Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમે શિવસેના છોડી નથી, માત્ર નેતા બદલવા માંગીએ છીએ- સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથ

શિંદે જૂથે શિવસેના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો છે. તેમના તરફથી હાજર રહેલા એડવોકેટ હરીશ સાલ્વેએ સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે એકનાથ શિંદે જૂથના ધારાસભ્યોએ શિવસેના છોડી નથી પરંતુ તેઓ નેતૃત્વ બદલવા માંગીએ છીએ.  શિંદે જૂથના ધારાસભ્યો માત્ર પક્ષના નેતૃત્વથી નારાજ શિવસેના પર પોતાના દાવાને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે  સુનવણી હાથ ધરાઇ હતી. આ દરમિયાન બુધવારે એકનાથ શિંદે જ
અમે શિવસેના છોડી નથી  માત્ર નેતા બદલવા માંગીએ છીએ   સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથ
શિંદે જૂથે શિવસેના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો છે. તેમના તરફથી હાજર રહેલા એડવોકેટ હરીશ સાલ્વેએ સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે એકનાથ શિંદે જૂથના ધારાસભ્યોએ શિવસેના છોડી નથી પરંતુ તેઓ નેતૃત્વ બદલવા માંગીએ છીએ.  
શિંદે જૂથના ધારાસભ્યો માત્ર પક્ષના નેતૃત્વથી નારાજ 
શિવસેના પર પોતાના દાવાને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે  સુનવણી હાથ ધરાઇ હતી. આ દરમિયાન બુધવારે એકનાથ શિંદે જૂથે કોર્ટમાં કહ્યું કે અમે પાર્ટી છોડી નથી. એકનાથ શિંદે જૂથના વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે આ કેસમાં પક્ષપલટા વિરોધી કાયદો લાગુ પડતો નથી. જ્યારે ધારાસભ્યો કે સાંસદો અન્ય પક્ષમાં જાય કે પક્ષ છોડે ત્યારે જ એવું બની શકે . એકનાથ શિંદે જૂથના ધારાસભ્યો માત્ર પક્ષના નેતૃત્વથી નારાજ છે અને બહુમતી તેમની સાથે હોવાથી તેઓ અલગ જૂથ હોવાનો દાવો કરી રહ્યાં છે. શિવસેનાના બહુમતી સાંસદો અને ધારાસભ્યો એકનાથ શિંદે જૂથ સાથે છે. તેમણે કહ્યું કે એકનાથ શિંદે જૂથના ધારાસભ્યો અને સાંસદો પાર્ટીના નેતૃત્વમાં પરિવર્તન ઈચ્છે છે. તેમણે કહ્યું કે આ પાર્ટીથી અલગ થવાનો મામલો નથી, પરંતુ પાર્ટીની અંદરના તણાવ અને ફેરબદલની માંગનો છે. 

બળવાખોર ધારાસભ્યો પાર્ટી પર દાવો કરી શકે નહીં
બીજી તરફ, ઉદ્ધવ ઠાકરે જૂથના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે બળવાખોર ધારાસભ્યો પાર્ટી પર દાવો કરી શકે નહીં. અત્યારે પણ ત્રીજા ભાગના ધારાસભ્યો પાર્ટી સાથે છે. તેમણે દલીલ કરી હતી કે બળવાખોર ધારાસભ્યોએ નવો પક્ષ બનાવવો પડશે અથવા અન્ય પક્ષમાં જોડાવું પડશે. તેમણે કહ્યું કે એકનાથ શિંદેની સરકાર પણ ખોટી રીતે રચાઈ છે અને તેમના દ્વારા લેવાયેલા તમામ નિર્ણયો ગેરકાયદે છે.
 સિબ્બલે કહ્યું- ગુવાહાટીથી દાવો ન કરી શકો
કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે, 'તમે દાવો કરી શકતા નથી કે તમે રાજકીય પક્ષ છો. તમે ગુવાહાટીમાં બેસીને આવું કહી રહ્યા છો કે તમે એક રાજકીય પક્ષ છો. તેનો નિર્ણય ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવે છે. તમે ગુવાહાટીમાં બેસીને તેની જાહેરાત કરી શકતા નથી. 

શિંદે જૂથને ટકી રહેવાનો એકમાત્ર રસ્તો ભાજપમાં ભળી જવાનો
અભિષેક મનુ સિંઘવીએ પણ શિંદેનો બચાવ કરતા કહ્યું હતું કે એકનાથ શિંદે જૂથને ટકી રહેવાનો એકમાત્ર રસ્તો ભાજપમાં ભળી જવાનો છે, જે તેઓ કરી રહ્યાં નથી. દરમિયાન ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ કૃષ્ણા મુરારી અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે સુનાવણી ગુરુવાર સુધી મુલતવી રાખી છે. 
એકનાથ શિંદેના જૂથે કહ્યું- પાર્ટી નથી છોડી, માત્ર મીટીંગથી દૂર હતાં
આ દલીલોના જવાબમાં હરીશ સાલ્વેએ કહ્યું, 'ભારતમાં આપણે રાજકીય પક્ષોને કેટલાક નેતાઓના નામથી ઓળખીએ છીએ. પરંતુ અહીં પક્ષ શિવસેનાના સભ્યો છે. અમારા મુખ્યમંત્રીએ અમને મળવાની ના પાડી હતી. અમે મુખ્યમંત્રીની કામગીરીથી અસંતુષ્ટ હતાં તેથી તેમને બદલવા માંગતા હતા. આ પાર્ટી વિરોધી પ્રવૃત્તિ નથી પરંતુ પાર્ટીની અંદરની લડાઈ છે. તેમણે કહ્યું કે જો મોટી સંખ્યામાં ધારાસભ્યો મુખ્યમંત્રીના કામથી સંતુષ્ટ નથી તો તેઓ બદલાવની માંગ કરી શકે છે.  સાથે જ  એકનાથ શિંદે જૂથે કહ્યું કે અમે શિવસેનાનું સભ્ય પદ છોડ્યું નથી. અમે માત્ર મીટિંગમાં જતા નથી અને આનો અર્થ એ નથી કે અમારે સદસ્યતા છોડી દેવી જોઈએ.
Advertisement
Tags :
Advertisement

.