Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમે બાબરી મસ્જિદ બાદ બીજી મસ્જિદ ગુમાવવા નથી માગતા : ઓવૈસી

દેશમાં અત્યારે જ્ઞાનવાપી મસ્જિદ સૌથી મોટો મુદ્દો બન્યો હોય તેવુ લાગી રહ્યું છે. ઓલ ઈન્ડિયા મજલીશ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ ગુરુવારે જ્ઞાનવાપી મસ્જિદ પર કોર્ટના નિર્ણયને પ્લેસ ઑફ વર્શિપ એક્ટ 1991નું ઘોર ઉલ્લંઘન ગણાવ્યું હતું. અધિનિયમ મુજબ, કોઈપણ વ્યક્તિ કોઈપણ ધાર્મિક સંપ્રદાય અથવા તેના કોઈપણ વર્ગના પૂજા સ્થળને સમાન ધર્મના અલગ વર્ગ અથવા અલગ ધાર્મિક સંપ્રàª
અમે બાબરી મસ્જિદ બાદ બીજી મસ્જિદ ગુમાવવા નથી માગતા   ઓવૈસી
દેશમાં અત્યારે જ્ઞાનવાપી મસ્જિદ સૌથી મોટો મુદ્દો બન્યો હોય તેવુ લાગી રહ્યું છે. ઓલ ઈન્ડિયા મજલીશ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ ગુરુવારે જ્ઞાનવાપી મસ્જિદ પર કોર્ટના નિર્ણયને પ્લેસ ઑફ વર્શિપ એક્ટ 1991નું ઘોર ઉલ્લંઘન ગણાવ્યું હતું. 
અધિનિયમ મુજબ, કોઈપણ વ્યક્તિ કોઈપણ ધાર્મિક સંપ્રદાય અથવા તેના કોઈપણ વર્ગના પૂજા સ્થળને સમાન ધર્મના અલગ વર્ગ અથવા અલગ ધાર્મિક સંપ્રદાય અથવા તેના કોઈપણ વર્ગના પૂજા સ્થાનમાં રૂપાંતરિત કરી શકશે નહીં. ઓવૈસીની ટીપ્પણી વારાણસી કોર્ટના આદેશ પછી આવી છે, જેમા કોર્ટે ગુરુવારે બપોરે તેમના ચુકાદામાં કહ્યું હતું કે, કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદની અંદર એક સર્વે કરવામાં આવે અને તેનો રિપોર્ટ 17 મે સુધીમાં કોર્ટને સોંપવામાં આવે. એટલું જ નહીં વારાણસી કોર્ટે સર્વે કમિશનમાં અન્ય બે વકીલોની પણ નિમણૂક કરી છે. ઓવૈસીએ કહ્યું, વારાણસી કોર્ટનો આ નિર્ણય બાબરી મસ્જિદના ટાઈટલ વિવાદમાં આપવામાં આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણયનું ઉલ્લંઘન છે. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, વારાણસી કોર્ટનો આ આદેશ પૂજા સ્થળ અધિનિયમ 1991નું ઘોર ઉલ્લંઘન છે. આ બાબરી કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશનું પણ ઉલ્લંઘન છે. આ સાથે તેમણે કહ્યું કે, તેઓ બાબરી મસ્જિદ પછી બીજી મસ્જિદ ગુમાવવા માંગતા નથી.
AIMIMના વડાએ કહ્યું, આ એક ઘોર ઉલ્લંઘન છે અને મને આશા છે કે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને મસ્જિદ કમિટી આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જશે. તેમણે કહ્યું, 'મેં એક બાબરી મસ્જિદ ગુમાવી છે, હવે હું બીજી મસ્જિદ ગુમાવવા માંગતો નથી.' ઓવૈસીએ એવું પણ સૂચન કર્યું હતું કે, ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે આવા લોકો સામે વહેલી તકે FIR નોંધવી જોઈએ, જેઓ આ ધાર્મિક સ્થળની પ્રકૃતિ બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે અને જો તે દોષિત સાબિત થશે તો તેમને ત્રણ વર્ષની સજા થશે. વારાણસી કોર્ટે કોર્ટ કમિશ્નર અજય મિશ્રાને હટાવવાની માંગને પણ નકારી કાઢી હતી અને કહ્યું હતું કે, જ્ઞાનવાપી મસ્જિદનું વિડીયો નિરીક્ષણ ચાલુ રહેશે અને મંગળવાર, 17 મે સુધીમાં પૂર્ણ થવું જોઈએ. મહત્વનું છે કે, સર્વેને લઈને જ્ઞાનવાપી મસ્જિદમાં ઘણો વિરોધ થયો હતો. વળી આજે જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે પર રોક લગાવવાની માગને સુપ્રીમ કોર્ટે પણ ફગાવી દીધી છે. જોકે, આ સંદર્ભની અરજી પર બાદમાં સુનાવણી કરવાનું સુપ્રીમ કોર્ટે કહ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.