Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુંબઇમાં ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ

દેશમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને દેશની આર્થિક રાજધાની મુંબઈના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. અલગ-અલગ વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા છે. જેના કારણે ટ્રેનો અને વાહનોની અવરજવર ધીમી પડી હતી. હવામાન વિભાગે આગાહી કરી છે કે બુધવારે પણ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ભારે વરસાદને કારણે દેશની આર્થિક રાજધાની મુંબઈ ઠપ્પ થઈ ગયું છે.
મુંબઇમાં ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ
દેશમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને દેશની આર્થિક રાજધાની મુંબઈના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. અલગ-અલગ વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા છે. જેના કારણે ટ્રેનો અને વાહનોની અવરજવર ધીમી પડી હતી. હવામાન વિભાગે આગાહી કરી છે કે બુધવારે પણ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. 
ભારે વરસાદને કારણે દેશની આર્થિક રાજધાની મુંબઈ ઠપ્પ થઈ ગયું છે. લોકોને પોતાની ઓફિસ અને અન્ય સ્થળોએ પહોંચતી વખતે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વરસાદને કારણે ઘણી ટ્રેનો પ્રભાવિત થઈ હતી અને રોડ ટ્રાફિકને પણ અસર થઈ હતી. મુંબઈમાં ગઈ કાલ રાતથી ભારે વરસાદ થઈ રહ્યો છે અને તેના કારણે ઘણાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મહત્વનું છે કે, મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે. IMDએ આગામી ચાર દિવસમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. 
Advertisement

મુંબઈ નજીક રાયગઢ જિલ્લામાં કુંડલિકા નદી ખતરાના નિશાનને પાર કરી ગઈ છે. અંબા, સાવિત્રી, પાતાળગંગા, ઉલ્હાસ અને ગઢી નદીઓનું જળસ્તર ખતરાના નિશાનની નજીક છે. મુંબઈનું પવઈ તળાવ પણ મંગળવાર સાંજથી ઓવરફ્લો થઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે 'રેડ' અને 'ઓરેન્જ' એલર્ટ જારી કર્યા છે, જેમાં રાયગઢ, રત્નાગિરી અને અન્ય કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, મંગળવારે સવારે 8 વાગ્યે પૂરા થયેલા 24 કલાકના સમયગાળામાં સરેરાશ 95.81 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં સમાન સમયગાળા દરમિયાન અનુક્રમે 115.09 મીમી અને 116.73 મીમી વરસાદ નોંધાયો હતો. મુંબઈમાં ભારે વરસાદને કારણે મંગળવાર સાંજે 6.15 વાગ્યે પવઈ તળાવ ઓવરફ્લો થવા લાગ્યો હતો. 
BMCના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સવારે 8 થી 11.30 વાગ્યાની વચ્ચે, ટાપુ શહેરમાં સરેરાશ 41 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં અનુક્રમે 85 મીમી અને 55 મીમી વરસાદ નોંધાયો હતો. શહેરમાં વરસાદની ગતિવિધિઓનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જુલાઈના પ્રથમ પાંચ દિવસમાં આખા મહિનાનો 70 ટકા વરસાદ થઈ ગયો છે.
Advertisement
Tags :
Advertisement

.