Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદમાં ગરમી વધતાં પાણીજન્ય રોગચાળો વકર્યો, જાણો કેટલા કેસ

અમદાવાદમાં એપ્રીલ માસમાં ઝાડા-ઉલટીનાં 371 અને કમળાના 82 કેસ નોંધાયા છે. સામે પ્રદુષીત પાણીની પણ મળતી ફરીયાદો વચ્ચે  215 પાણીના સેમ્પલ અનફીટ જાહેર થતાં ચિંતા પ્રસરી ગઇ છે.  ચાલુ સીઝનમાં  અમદાવાદમાં ગરમીનો પારો 44 ડીગ્રી સુધી પહોંચ્યો છે પરીણામે  પાણીજન્ય રોગચાળાના કેસોમાં પણ વધારો નોધાયો છે.એપ્રીલ માસમાં અત્યાર સુધી ઝાડા ઉલટીના 371 અને કમળાના 82 કેસ નોંધાયા છે.  એક તરફ રોગચાળાએ માથુ ઉચક્à
09:13 AM Apr 20, 2022 IST | Vipul Pandya

અમદાવાદમાં એપ્રીલ માસમાં ઝાડા-ઉલટીનાં 371 અને કમળાના 82 કેસ નોંધાયા છે. સામે પ્રદુષીત પાણીની પણ મળતી ફરીયાદો વચ્ચે  215 પાણીના સેમ્પલ અનફીટ જાહેર થતાં ચિંતા પ્રસરી ગઇ છે. 
 
ચાલુ સીઝનમાં  અમદાવાદમાં ગરમીનો પારો 44 ડીગ્રી સુધી પહોંચ્યો છે પરીણામે  પાણીજન્ય રોગચાળાના કેસોમાં પણ વધારો નોધાયો છે.એપ્રીલ માસમાં અત્યાર સુધી ઝાડા ઉલટીના 371 અને કમળાના 82 કેસ નોંધાયા છે.  એક તરફ રોગચાળાએ માથુ ઉચક્યુ છે તો બીજી તરફ દુષીત પાણીની ફરિયાદો પણ વધી છે. અંગ દઝાડતી ગરમી  વચ્ચે અત્યાર સુધીમાં પાણીના 215 જેટલા સેમ્પલ પણ  અનફીટ જાહેર કરવામાં આવ્યા છે. ચાલુ માસે  શહેરમાં પાણીજન્ય રોગો એવા ઝાડા ઉલટીના 371 કેસ નોધાયા છે જ્યારે  આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ઝાડા ઉલટીના કુલ 1091 કેસ નોંધાયા છે. કમળાના ચાલુ માસે 82 કેસ નોંધાયા છે જ્યારે  જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 443 કેસ નોંધાયા છે. ચાલુ મહીને ટાઈફોઈડના 79 કેસ નોંધાયા છે જ્યારે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 367 કેસ નોંધાયા છે. જાન્યુઆરીથી અત્યારસુધીમાં કોલેરાના ત્રણ કેસ નોંધાયા છે. 

આ વર્ષે એપ્રીલ માસ સુધીમાં  કુલ 19106  રેસીડેન્સ કલોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 67 સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો છે. જયારે  બેકટેરીયોલોજીકલ તપાસ માટે આ વર્ષે કુલ 3636 સેમ્પલ પાણીના લેવાયા હતા જેમાંથી 215 સેમ્પલ અનફીટ જાહેર કરવામાં આવ્યા છે. એપ્રીલના પહેલા પખવાડીયા સુધીમાં મેલેરિયાના 17 કેસ, ચિકનગુનિયાના છ અને ડેન્ગ્યૂના પાંચ કેસ નોંધાયા છે.
 મહત્વનુ છે કે હાલમાં ગરમીએ માઝા મુકી છે. ક્યાક પાણીની અછતના સમાચાર સામે આવે છે તો ક્યાક પ્રદુષીત પાણીના. અને પરીણામે રોગચાળાએ પણ અમદાવાદ શહેરમાં માથુ ઉચક્યુ છે અને ઝાડા-ઉલ્ટી, કમળો, ટાઈફોઈડ અને ડેન્ગ્યુ જેવા કેસો નોધાઈ રહ્યા છે. કોર્પોરેશન દ્વારા પાણીના નમુના પણ લેવામા આવ્યા  હતા જેમાંથી પણ 215 સેમ્પલ અનફીટ જાહેર થયા છે. જળ એ જીવન  છે તેવુ આપણે માનીએ છીએ તો પછી જ્યારે પાણીના નમુના આટલી મોટી  સંખ્યામાં અનફીટ જાહેર થાય તો તે પણ ચિંતાનો વિષય બને છે.


Tags :
AhmedabadDiarrheaVomitingGujaratFirstWaterborneepidemics
Next Article