ચીનમાં બહુમાળીય મૉલમાં પણ ભરાયા પાણી, જોઈ લો આ Live Video
ચીનમાં ભારે વરસાદ વચ્ચે, દેશના હવામાન વિભાગે દેશના કેટલાક ભાગોમાં વાવાઝોડા માટે ચેતવણી જાહેર કરી દીધી છે. જ્યારે 28 મેથી થઈ રહેલા મુશળધાર વરસાદ અને પૂરે રાજ્યના 80 પ્રાંતોમાં વિનાશ વેર્યો છે. મળતી માહિતી મુજબ દક્ષિણ ચીનના ગુઆંગસી ઝુઆંગ સ્વાયત્ત પ્રદેશમાં પૂર અને ભારે વરસાદને કારણે 3.75 મિલિયનથી વધુ રહેવાસીઓને અસર થઈ છે. ચીનના જિયાંગસી પ્રાંતમાં ભારે વરસાદથી કુલ 548,000 લોકો પ્રભાવિત થà
Advertisement
ચીનમાં ભારે વરસાદ વચ્ચે, દેશના હવામાન વિભાગે દેશના કેટલાક ભાગોમાં વાવાઝોડા માટે ચેતવણી જાહેર કરી દીધી છે. જ્યારે 28 મેથી થઈ રહેલા મુશળધાર વરસાદ અને પૂરે રાજ્યના 80 પ્રાંતોમાં વિનાશ વેર્યો છે. મળતી માહિતી મુજબ દક્ષિણ ચીનના ગુઆંગસી ઝુઆંગ સ્વાયત્ત પ્રદેશમાં પૂર અને ભારે વરસાદને કારણે 3.75 મિલિયનથી વધુ રહેવાસીઓને અસર થઈ છે. ચીનના જિયાંગસી પ્રાંતમાં ભારે વરસાદથી કુલ 548,000 લોકો પ્રભાવિત થયા છે.
મંગોલિયા, હીલોંગજિયાંગ, જિલિન, લિયાઓનિંગ, શાનડોંગ, ગાંસુ, શાંક્સી, શાનક્સી, હેનાન અને સિચુઆનમાં હજી ભારે વરસાદની સંભાવના છે. ચીનના કેટલાક વિસ્તારોમાં પ્રતિ કલાક 4 ઈંચથી વધુ વરસાદ પડી શકે છે. કેન્દ્ર દ્વારા યોગ્ય તૈયારીઓ કરવા અને ડ્રેનેજ સિસ્ટમની તપાસ કરવાની સલાહ આપવામાં આવી છે. લોકોને શહેર, ખેતર અને માછીમારીના તળાવમાં જવા માટે ચેતવણી આપવામાં આવી છે.
Advertisement