Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની જનસભા માટે ભુજમાં વોટર તથા ફાયરપ્રૂફ ડોમ તૈયાર

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી વધુ એકવાર કચ્છીમાડુ સાથે સંવાદ કરવા તથા વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ માટે કચ્છ આવી રહ્યા છે, ત્યારે ભુજ ખાતે તેમના અદકેરા સ્વાગત, સ્મૃતિવનની મુલાકાત સંદર્ભે તથા જનમેદનીને સંબોધન કરવાના સભાસ્થળ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહ્યી છે.વડાપ્રધાનશ્રીને આવકારવા કચ્છીઓ ઉત્સુક છે. કચ્છ યુનિવર્સીટીના મેદાન ખાતે પ્રધાનમંત્રીશ્રી વિશાળ જનમેદની સાથે સ
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની જનસભા માટે  ભુજમાં વોટર તથા ફાયરપ્રૂફ  ડોમ તૈયાર
Advertisement
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી વધુ એકવાર કચ્છીમાડુ સાથે સંવાદ કરવા તથા વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ માટે કચ્છ આવી રહ્યા છે, ત્યારે ભુજ ખાતે તેમના અદકેરા સ્વાગત, સ્મૃતિવનની મુલાકાત સંદર્ભે તથા જનમેદનીને સંબોધન કરવાના સભાસ્થળ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહ્યી છે.
વડાપ્રધાનશ્રીને આવકારવા કચ્છીઓ ઉત્સુક છે. કચ્છ યુનિવર્સીટીના મેદાન ખાતે પ્રધાનમંત્રીશ્રી વિશાળ જનમેદની સાથે સંવાદ સાધશે, જે અનુસંધાને લાખો લોકો સમાઇ શકે તેટલી કેપેસીટીનો વોટરપ્રુફ અને ફાયરપ્રૂફ ડોમ તૈયાર કરાયો છે. કાર્યક્રમ સ્થળ તથા પાર્કિંગ સુધી સામાન્ય લોકો વિના નિર્વિધ્ન પહોંચી શકે તે માટેની સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યક્રમના સ્થળે બેઠક, લાઇટ સાઉન્ડ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રધાનમંત્રીશ્રીના સ્ટેજ અને મંડમ વ્યવસ્થા તેમજ તેને આનુષંગિક તમામ કામગીરી પૂર્ણ કરી લેવાઇ છે. 
લાખો લોકોની ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમ અને પાર્કિંગ સ્થળ તેમજ સમગ્ર વિસ્તારમાં કાયદો તથા વ્યવસ્થા, ટ્રાફીક નિયમન જળવાઇ રહે તે માટે સુરક્ષા સબંધિત તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. કોઇપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા માટે જરૂરી ફાયર ફાઇટરની ટીમ, નિષ્ણાંત તબીબો, એમ્બ્યુલન્સ વાહન સાથેની ટીમો દરેક સ્થળે તૈનાત રહેશે. સમગ્ર કાર્યક્રમ સ્થળે સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે. લોકોની સુવિધા માટે પાણી તેમજ મોબાઇલ શૌચાલય સહિતની વ્યવસ્થા મુકવામાં આવશે. સભામંડપમાં મુખ્ય સ્ટેજ સિવાયના અન્ય આમંત્રિત પદાધિકારીઓ, અધિકારીઓ, મહાનુભાવશ્રી તથા પત્રકારશ્રીઓના પ્રોટોકોલ તથા જરૂરીયાત મુજબની બેઠક વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. 
તે સાથે અન્ય જરૂરી તમામ આનુષંગિક કામગીરી પુર્ણ થઇ ગઇ છે. લોકોને બેસવા માટે કોઇ અવ્યવસ્થા ન સર્જાય તે માટે માઇક્રોલેવલની કામગીરી કરાઇ છે. જેમાં અલગ-અલગ બ્લોક વાઇઝ બેઠક વ્યવસ્થા તથા બેરીકેટ, સાઇન બોર્ડ લગાવવામાં આવશે તેમજ બ્લોકવાઇઝ મેડીકલ ટીમ કાર્યરત રહેશે. કોવિડ-૧૯ની ગાઇડલાઇન મુજબ સભાસ્થળે માસ્ક, સેનેટાઇઝર, થર્મલ ગનની વ્યવસ્થા કરવામાં આવશે. વડાપ્રધાનશ્રીને સભામંડમમાં આવકારવા કચ્છના કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે.
આખા કચ્છમાંથી જનમેદની વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ સ્થળે ઉમટવાની હોવાથી પાર્કિંગ વ્યવસ્થાપન સમિતિ દ્વારા તમામ વાહનો માટે રસ્તા ઉપર સાઇનબોર્ડ મુકવામાં આવ્યા છે. વીઆઇપી, વીવીઆઇપી, જાહેર જનતા, એસ.ટી બસ, મીડિયાવાન, મેડીકલ ટીમ વગેરે માટે અલગ-અલગ કક્ષા મુજબ પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરાઇ છે. તાલુકાવાર નક્કી થયેલા કલરકોડ મુજબ અલગ-અલગ પાર્કિંગના સ્થળો નક્કી કરવામાં આવ્યાછે. વરસાદની પરિસ્થિતને ધ્યાને લઇને કોઇપણ વાહન ફસાઇ જાય તેવા સંજોગોમાં બહાર કાઢવા માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 
ત્યારે પાર્કિંગના સ્થળે પબ્લીક એડ્રેસ સિસ્ટમની વ્યવસ્થા ઉભી કરાશે તેમજ દરેક પાર્કીંગ પ્લોટ દીઠ અધિકારીશ્રી તેમજ કર્મચારીશ્રીની પાર્કિંગ ઇન્ચાર્જ તરીકે કલર કોડ મુજબ નિમણુંક કરાશે. ઉપરાંત પાણીના વિતરણ માટે બસની સંખ્યા ધ્યાને લઇને જરૂરી કાઉન્ટર ઊભા કરવામાં આવશે. તેમજ વીજપૂરવઠો, મોબાઇલ ટોઇલેટની વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે. પાર્કિંગ પ્લોટ ખાતે મેડીકલ ટીમ, એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરાશે. જાહેર જનતાને કોઇપણ સમસ્યા ન પડે તે માટે પાર્કિંગના સ્થળેથી કાર્યક્રમ સ્થળ સુધીના વિસ્તારમાં પબ્લિક મોબિલાઇઝેશન તથા માર્ગદર્શનની વ્યવસ્થા ઉભી કરાશે.કાર્યક્રમના રૂટ સિવાયના વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા તથા તમામ રૂટોના ટ્રાફિક નિયમનની કામગીરી કરાશે. જેથી સામાન્ય જનતાને કોઇ મુશ્કેલી ન ઉભી થાય તેનું  ધ્યાન  રાખીને  કરવામાં  આવ્યું  છે. 
જિલ્લાકક્ષાએ કંટ્રોલરૂમ કાર્યરત કરાશે
વિશાળ જનમેદની સાથે થનારા કાર્યક્રમની તમામ વ્યવસ્થા સુચારૂરૂપે પાર પડે તેમજ આકસ્મિક કોઇપણ પરિસ્થિતિમાં ત્વરીત પગલા ભરી શકાય તે માટે જિલ્લાકક્ષાનો કંટ્રોલરૂમ કાર્યરત કરાશે
Tags :
Advertisement

.

×