Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હી હિંસાના આરોપી શાહરુખ પઠાણનું હીરોની માફક સ્વાગત, જુઓ વાયરલ વિડીયો

દિલ્હી હિંસાના આરોપી શાહરુખ પઠાણનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. દિલ્હી હિંસાના આરોપમાં જેલમાં બંધ શાહરુખ જ્યારે પેરોલ પર બહાર આવ્યો, ત્યાકે તેનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વિડીયો પણ તે જ સમયનો છે. જેમાં જોઇ શકાય છે કે શાહરુખના સમર્થકો નારા લગાવી રહ્યા છે અને શાહરુખ પમ તેમનું અભિવાદન ઝીલી રહ્યો છે. આ વિડીયો સામે આવ્યા બાદ એવા સવાલ પણ સામે આવ્યા છે કે દિલà
દિલ્હી હિંસાના આરોપી શાહરુખ પઠાણનું હીરોની માફક સ્વાગત  જુઓ વાયરલ વિડીયો
દિલ્હી હિંસાના આરોપી શાહરુખ પઠાણનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. દિલ્હી હિંસાના આરોપમાં જેલમાં બંધ શાહરુખ જ્યારે પેરોલ પર બહાર આવ્યો, ત્યાકે તેનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વિડીયો પણ તે જ સમયનો છે. જેમાં જોઇ શકાય છે કે શાહરુખના સમર્થકો નારા લગાવી રહ્યા છે અને શાહરુખ પમ તેમનું અભિવાદન ઝીલી રહ્યો છે. આ વિડીયો સામે આવ્યા બાદ એવા સવાલ પણ સામે આવ્યા છે કે દિલ્હી હિંસાના આરોપીનું આમ હીરો તરીકે સ્વાગત શા માટે?
શાહરુખ પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો
ફેબ્રુઆરી 2020 માં દિલ્હી હિંસા દરમિયાન મૌજપુર વિસ્તારનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં શાહરૂખ પઠાન નામનો યુવક પોલીસકર્મી પર પિસ્તોલ બતાવતો અને ગોળીઓ ચલાવતો જોવા મળ્યો હતો. શાહરૂખ પઠાણને દિલ્હી હિંસાના આરોપમાં જેલમાં મોકલવામાં આવ્યો હતો. ત્યારે હવે ફરી વખત તેનો એક વિડીયો વાયરલ થયો છે. શાહરુખ હાલમાં પેરોલ પર છૂટીને જેલમાંથી બહાર આવ્યો હતો. જેલમાંથી બહાર આવતાની સાથે જ તેનો વધુ એક વીડિયો ફરીથી વાયરલ થયો છે. જેને લઈને એક વખત ચર્ચા શરૂ થઈ ગઈ છે. પોલીસે પણ આ વિડીયોની પુષ્ટિ કરી છે.
Advertisement

વિડીયોની અંદર શું છે?
આ વીડિયોની પુષ્ટિ કરતા પોલીસે કહ્યું કે આ વીડિયો 23 મેનો છે. આ દિવસે શાહરૂખને ચાર કલાક માટે પેરોલ પર છોડવામાં આવ્યો હતો. શાહરૂખને તેના બીમાર પિતાને મળવા માટે પેરોલ મળ્યા હતા. માત્ર ચાર કલાક માટે પેરોલ પર જેલમાંથી બહાર આવેલો શાહરૂખ પઠાણ જ્યારે તેના વિસ્તારમાં પહોંચ્યો ત્યારે લોકોના ટોળા તેના સ્વાગત માટે ઉમટી પડ્યા હતા. જ્યારે પોલીસ તેમની આગળ ચાલી રહી હતી ત્યારે તેમના સમર્થકોની મોટી ભીડ તેમની પાછળ આવી રહી હતી. તેની ગલીમાં લોકો જોર જોરથી તેનું સ્વાગત કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કોર્ટે પોલીસને 23 મેના રોજ આરોપી શાહરૂખ પઠાણને તેના પિતાને મળવા માટે ચાર કલાક માટે કસ્ટડીમાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. 
દિલ્હી રમખાણોમાં 53 લોકોના મોત થયા હતા
નાગરિકતા સંશોધન કાયદાના સમર્થકો અને વિરોધીઓ વચ્ચેની અથડામણ બાદ 24 ફેબ્રુઆરી 2020 ના રોજ ઉત્તર-પૂર્વ દિલ્હીના જાફરાબાદ, મૌજપુર, બાબરપુર, ઘોંડા, ચાંદબાગ, શિવ વિહાર, ભજનપુરા, યમુના વિહાર વિસ્તારોમાંહિંસા ફાટી નીકળી હતી. હિંસામાં ઓછામાં ઓછા 53 લોકો માર્યા ગયા હતા અને 700 થી વધુ ઘાયલ થયા હતા. સરકારી અને ખાનગી સંપત્તિને પણ ઘણું નુકસાન થયું હતું. ઉશ્કેરાયેલા ટોળાએ ઘરો, દુકાનો, વાહનો, પેટ્રોલ પંપને આગ ચાંપી દીધી હતી અને સ્થાનિકો અને પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો.
Tags :
Advertisement

.