Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, પોલીસે ટીયરગેસ છોડ્યા, જુઓ વિડીયો

રવિવારે રામનવમીના દિવસે ગુજરાતમાં સામાજિક શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રામનવમી શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. રામનવમી નિમિત્તે હિંમતનગરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં પહોંચી ત્યાં તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. .હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં રામ
હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો  પોલીસે ટીયરગેસ છોડ્યા  જુઓ વિડીયો
રવિવારે રામનવમીના દિવસે ગુજરાતમાં સામાજિક શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રામનવમી શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. રામનવમી નિમિત્તે હિંમતનગરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં પહોંચી ત્યાં તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. .
Advertisement

અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા આ કૃત્યના કારણે હિંમતનગરમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. માત્ર આટલું જ નહીં પણ કેટલાક લોકો દ્વારા વાહનોમાં આગ પણ લગાવવામાં આવી છે. ત્યાં પહોંચેલા પોલીસ કાફલા ઉપર પણ પથ્થરમારો થયાના સમાચાર મળ્યા છે. ત્યાં સુધી કે પોલીસની ગાડીને પણ નિશાન બનાવવામાં આવી હતી. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે ટીયરગેસનો ઉપયોગ કરવાની ફરજ પણ પડી છે.

જે પ્રાથમિક માહિતી સામે આવી છે તે પ્રમાણે પથ્થરમારાની ઘટનામાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. અસામાજિક તત્વોના આવા કૃત્યના કારણે છાપરીયા વિસ્તારમાં સ્થિતિ તંગદિલી ભરેલી છે. સાબરકાંઠા પોલીસે અરવલ્લી પોલીસની મદદ પણ લીધી છે. 
Advertisement

તો રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ સ્થિતિ પર નજર રાખી રહ્યાના અહેવાલ મળી રહ્યા છે.
રામનવમીને પગલે પહેલાથી જ રાજ્યનું પોલીસ તંત્ર સાબદું હતું. ખાસ બંદોબસ્તની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આમ છતા હિંમતનગરની અંદર આવો બનાવ બન્યો છે. 
Tags :
Advertisement

.