Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નવી બુલેટ ખરીદીને પૂજા માટે મંદિર પહોંચ્યા, અચાનક બોમ્બની માફક ફાટી ગાડી, જુઓ વીડિયો

છેલ્લા ઘણા દિવસોથી ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પરંતુ આજે જે ઘટનાસામે આવી છે તે ખરેખર ડરામણી છે. અત્યારે માર્કેટમાં ઈલેક્ટ્રિક સ્કૂટર્સ તો ઓછી દેખાય છે પરંતુ તેના કરતા વધારે રસ્તા પર Royal Enfield જોવા મળે છે. ત્યારે હવે રોયલ એનફિલ્ડમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આંધ્રપ્રદેશના અનંતપુરમાં એવી ઘટના બની કે જોનારાઓ આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યાં રોયલ એનફિલ્ડની મ
નવી બુલેટ ખરીદીને પૂજા માટે મંદિર પહોંચ્યા  અચાનક બોમ્બની માફક ફાટી ગાડી  જુઓ વીડિયો
છેલ્લા ઘણા દિવસોથી ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પરંતુ આજે જે ઘટનાસામે આવી છે તે ખરેખર ડરામણી છે. અત્યારે માર્કેટમાં ઈલેક્ટ્રિક સ્કૂટર્સ તો ઓછી દેખાય છે પરંતુ તેના કરતા વધારે રસ્તા પર Royal Enfield જોવા મળે છે. ત્યારે હવે રોયલ એનફિલ્ડમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. 
આંધ્રપ્રદેશના અનંતપુરમાં એવી ઘટના બની કે જોનારાઓ આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યાં રોયલ એનફિલ્ડની મોટરસાઈકલ જોઈને તે આગનો ગોળો બની ગઈ. આસપાસ ન તો આગ હતી કે ન તો અન્ય કોઈ જ્વલનશીલ પદાર્થ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક મંદિર સામે બાઇક પાર્ક કર્યું હતું. બપોરના સમયે અચાનક બાઇકમાં આગ ફાટી નીકળી હતી અને જોત જોતામાં મોટરસાઇકલ બળીને ખાખ થઇ ગઇ હતી. 
Advertisement

રોયલ એનફિલ્ડ બુલેટમાં આગનો આ બનાવ કર્ણાટકના મૈસૂરનો હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યાં રહેતા રવિચંદ્ર પોતાની નવી બુલેટની પૂજા કરવા માટે અનંતપુરના પ્રખ્યાત કાસાપુરમ અંજનેય સ્વામી મંદિર પહોંચ્યા હતા. પોતાની મોટરસાઈકલ રોડની બાજુમાં પાર્ક કરી અને તેઓ પૂજાની તૈયારી કરવા લાગ્યા. થોડી જ વારમાં બાઇકમાંથી ધુમાડા નીકળ્યા અને પછી અચાનક આગ લાગી. આ ઘટના અહીં પૂરી નથી થતી. આગ લાગ્યા બાદ બાઈકમાં બોમ્બની જેમ વિસ્ફોટ થયો અને પ્રચંડ આગ ફાટી નીકળી. આ જોઈને આસપાસ ઉભેલા લોકો ડરી ગયા. આગના કારણે પાર્કિંગમાં બુલેટની આસપાસ પાર્ક કરેલી બાઇકોમાં પણ આગ લાગી હતી.
હાલમાં જ આ અનેક કિસ્સા સામે આવ્યા
રોયલ એનફિલ્ડ બુલેટ સિવાય છેલ્લા કેટલાક દિવસોમાં ત્રણ ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘટનાઓ પણ સામે આવી છે. સૌથી પહેલા પૂણેમાં ઓલાની ઈલેક્ટ્રિક સ્કૂટર સળગી જવાનો બનાવ બન્યો હતો.  ત્યારબાદ તમિલનાડુના વેલ્લોરમાં ઘરે ચાર્જ થઈ રહેલા ઓકિનાવાના ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી હતી. આ ઘટનામાં એક વ્યક્તિ અને તેની પુત્રીના શ્વાસ રૂંધાવાથી મોત થયા છે. આ પછી હાલમાં જ પ્યોર ઇવીના ઇલેક્ટ્રિક સ્કૂટરની પણ આવી ઘટના પણ સામે આવી છે. સરકારે આ કેસોની તપાસના આદેશ આપ્યા છે અને આ તપાસ DRDOના સેન્ટર ફોર ફાયર એક્સપ્લોઝિવ એન્ડ એન્વાયરમેન્ટ સેફ્ટીને સોંપવામાં આવી છે.
Tags :
Advertisement

.