ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શું તમે કયારેય સિંહ પરિવારને વૃક્ષ પર આરામ ફરમાવતા જોયો છે? જુઓ વાયરલ વિડીયો

સામાન્ય રીતે તમે દીપડા અથવા તો ચિત્તાને વૃક્ષ પર ચડતા અથવા તો વૃક્ષની ડાળી પર બેસતા જોયો હશે. પરંતુ શું તમે ક્યારેય જંગલના રાજ સિંહને વૃક્ષ પર આરામ ફરમાવતા જોયો છે? તે પણ એકલો નહીં પણ પરિવાર સાથે? જો નથી જોયો તો જોઇ લો. અત્યારે સોશિયલ મીડિયા પર આ પ્રકારનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જ્યારે સિંહ શિકાર નથી કરતો ત્યારે તે શું કરતો હોય છે? તેનો જવાબ છે આરામ. આરામ પમ જવો તેવો નહીં ઠાઠ વાળો àª
12:38 PM Apr 09, 2022 IST | Vipul Pandya
સામાન્ય રીતે તમે દીપડા અથવા તો ચિત્તાને વૃક્ષ પર ચડતા અથવા તો વૃક્ષની ડાળી પર બેસતા જોયો હશે. પરંતુ શું તમે ક્યારેય જંગલના રાજ સિંહને વૃક્ષ પર આરામ ફરમાવતા જોયો છે? તે પણ એકલો નહીં પણ પરિવાર સાથે? જો નથી જોયો તો જોઇ લો. અત્યારે સોશિયલ મીડિયા પર આ પ્રકારનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 
જ્યારે સિંહ શિકાર નથી કરતો ત્યારે તે શું કરતો હોય છે? તેનો જવાબ છે આરામ. આરામ પમ જવો તેવો નહીં ઠાઠ વાળો આરામ.અત્યારે સોશિયલ મીડયા પર નિશ્ચિત થઇને વૃક્ષ પર સૂઈ રહેલા સિંહોનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક-બે નહીં પરંતુ સિંહોનો આખો પરિવાર આરામ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તે દરમિયાન એક હાથી ત્યાંથી ચુપચાપ પસાર થતો જોવા મળે છે, પરંતુ આ થાકેલા સિંહો એટલા ગાઢ નિંદ્રામાં હોય છે કે તેઓ કોઈ પરવા કરતા નથી.

આ વિડીયો IFS સુશાંત નંદા દ્વારા શેર કરવામાં આવ્યો છે. સુશાંત નંદા અવારનવાર ટ્વિટર પર વન્યજીવ સાથે સંબંધિત આવા વિડીયો પોસ્ટ કરે છે. આ વખતે તેમણે તાંઝાનિયાના  Serengeti National Parkનો એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં સિંહનો આખો પરિવાર ઝાડની જાડી અને મોટી ડાળી પર સૂતો જોવા મળી રહ્યો છે, જેમાં કેટલાક નાના બચ્ચા પણ છે. આ સાથે ત્રણ મોટા સિંહ અથવા સિંહણ પણ છે, જે ઝાડની ડાળી પર પગ લટકાવીને આરામથી સૂઈ રહી છે. તેવામાં એક હાથી નજીકથી પસાર થતો જોવા મળે છે. શું તમે ક્યારેય જંગલના રાજાને આટલી બેદરકારીથી સૂતો જોયો છે? કદાચ નહીં, તેથી ટ્વિટર પર વન્યજીવ પ્રેમીઓ દ્વારા આ વિડીયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.
ટ્વિટર પર આ વિડિયો જોયા પછી લોકો જંગલના રાજાની આળસભરી સ્ટાઈલથી આશ્ચર્યચકિત તો છે જ. સાથે તેઓ જંગલોને લઈને પણ ચિંતિત છે. કેટલાક લોકો ઝાડ ના કાપવાની સલાહ પણ આપી રહ્યા છે. તેમને ચિંતિત છે કે જો વૃક્ષો આટલી ઝડપથી કપાતા રહેશે તો જંગલો વચ્ચે રહેલી આટલી સુંદર જીવસૃષ્ટિ નાશ પામશે. વૃક્ષો ન હોય તો આવું સુંદર દ્રશ્ય ફરી જોવા નહીં મળે.
Tags :
GujaratFirstlionsleepingontreeocialmediaSerengetiNationalParkSSerengetinationalparktanzaniaViralVideo
Next Article