Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જુઓ પોલાર્ડનો આ કેચ પકડતો વિડીયો, જેટલા વખાણ કરીએ તેટલા ઓછા

કેરેબિયન ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ મેદાનમાં તેના તાબડતોડ બેટિંગ માટે જાણીતો છે. પરંતુ આ વખતે તેણે એક શાનદાર કેચ પકડી સૌ કોઇનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. તાજતેરમાં કિરોન પોલાર્ડનો એક કેચ લપકતો વિડીયો સામે આવ્યો છે જેમા તે બાઉન્ડ્રી પરથી મુશ્કિલ કેચ પકડી લાવે છે.કેરેબિયન પ્રીમિયર લીગની 10મી સિઝન 1લી સપ્ટેમ્બરથી શરૂ થઈ છે અને દરેક વખતની જેમ તમામ ચાહકોને આશા છે કે તેઓને આ વખતે પણ મ
જુઓ પોલાર્ડનો આ કેચ પકડતો વિડીયો  જેટલા વખાણ કરીએ તેટલા ઓછા
Advertisement
કેરેબિયન ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ મેદાનમાં તેના તાબડતોડ બેટિંગ માટે જાણીતો છે. પરંતુ આ વખતે તેણે એક શાનદાર કેચ પકડી સૌ કોઇનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. તાજતેરમાં કિરોન પોલાર્ડનો એક કેચ લપકતો વિડીયો સામે આવ્યો છે જેમા તે બાઉન્ડ્રી પરથી મુશ્કિલ કેચ પકડી લાવે છે.
કેરેબિયન પ્રીમિયર લીગની 10મી સિઝન 1લી સપ્ટેમ્બરથી શરૂ થઈ છે અને દરેક વખતની જેમ તમામ ચાહકોને આશા છે કે તેઓને આ વખતે પણ મજબૂત સિઝન જોવા મળશે કારણ કે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ અને ખેલાડીઓ T20 અને લીગ ક્રિકેટ સાથે વધુ જોડાયેલા છે. તમામ ખેલાડીઓ વિવિધ લીગમાં જઈને રમે છે અને પોતાનો ઉત્સાહ બતાવે છે. મહત્વનું છે કે, દુનિયાભરમાં ઘણી T20 લીગનું આયોજન કરવામાં આવ્યું છે, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝમાં પણ કેરેબિયન પ્રીમિયર લીગ રમાઈ રહી છે. ખેલાડીઓ આમાં જોરદાર ભાગ લઈ રહ્યા છે અને ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છે. આ લીગમાં ગુરુવારે રમાયેલી સેન્ટ લુસિયા કિંગ્સ vs ત્રિનબેગો નાઈટ રાઈડર્સ મેચમાં, ત્રિનબેગો નાઈટ રાઈડર્સના કેપ્ટન કિરોન પોલાર્ડે શાનદાર કેચ લઈને મેચને જીવંત રાખી હતી. 
વેસ્ટ ઈન્ડિઝમાં ગુરુવારે કેરેબિયન પ્રીમિયર લીગમાં રમાયેલી મેચમાં ત્રિનબેગો નાઈટ રાઈડર્સના કેપ્ટન કિરોન પોલાર્ડે સેન્ટ લુસિયા કિંગ્સની બેટિંગ દરમિયાન પોતાની ફિલ્ડિંગનો અદભૂત નજારો બતાવ્યો હતો. તેણે શાનદાર કેચ લીધો અને વિરોધી ટીમના અલઝારી જોસેફને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. જણાવી દઈએ કે, આ નજારો સેન્ટ લુસિયાની છેલ્લી ઓવર દરમિયાન જોવા મળ્યો હતો. સેન્ટ લુસિયા કિંગ્સની બેટિંગની છેલ્લી ઓવરમાં નાઈટ રાઈડર્સ તરફથી જેડેન સીલ્સ બોલિંગ કરવા આવ્યો હતો. રોશોન પ્રીમસના આઉટ થયા બાદ છેલ્લી ઓવરના ચોથા બોલ પર તેણે અલઝારી જોસેફને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. 
વાસ્તવમાં પ્રીમસે ફુલ ટોસ બોલ જોસેફ તરફ ફેંક્યો, જેના પર પ્રીમસે જોરદાર શોટ માર્યો, શોટ જોઈને એવું લાગી રહ્યું હતું કે બોલ બાઉન્ડ્રી ક્રોસ કરી જશે પરંતુ એવું ન થયું અને બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલા કિરોન પોલાર્ડે કેચ લીધો. જોકે, પોલાર્ડ (કિરોન પોલાર્ડ) માટે આ કેચ એટલો સરળ નહોતો. કેચ લીધા બાદ તેના પગ બાઉન્ડ્રી લાઇનને ટચ થવાના હતા, જોકે તે પહેલા જ તે બોલને હવામાં છોડીને બાઉન્ડ્રીની બહાર ચાલ્યો ગયો અને પછી પાછો આવ્યો અને ફરી એક જ વારમાં બોલને પકડી લીધો.
Tags :
Advertisement

.

×