Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિમાનનો આવો અકસ્માતનો Video તમે જીવનમાં ક્યારે નહીં જોયો હોય, જુઓ

મધ્ય અમેરિકાના કોસ્ટા રિકામાં ગુરુવારે ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન પ્લેન વચ્ચેથી તૂટીને તેના બે ટુકડા થઈ ગયા હતા. આ વિમાન અકસ્માતની કેટલીક તસવીરો અને વિડીયો પણ સામે આવ્યા છે. સદનસીબે, આ દુર્ઘટનામાં વિમાનના ક્રૂ સભ્યોને કોઈ ગંભીર ઈજા થઈ નથી. આ દુર્ઘટના બાદ સેન જોસ ઈન્ટરનેશનલ એરપોર્ટને થોડા સમય માટે બંધ કરવું પડ્યું હતું.DHLના કાર્ગો પ્લેનમાં કોઈ યાંત્રિક સમસ્યા આવી હતી, ત્યારબાદ ત
વિમાનનો આવો અકસ્માતનો video તમે જીવનમાં ક્યારે નહીં જોયો હોય  જુઓ
મધ્ય અમેરિકાના કોસ્ટા રિકામાં ગુરુવારે ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન પ્લેન વચ્ચેથી તૂટીને તેના બે ટુકડા થઈ ગયા હતા. આ વિમાન અકસ્માતની કેટલીક તસવીરો અને વિડીયો પણ સામે આવ્યા છે. સદનસીબે, આ દુર્ઘટનામાં વિમાનના ક્રૂ સભ્યોને કોઈ ગંભીર ઈજા થઈ નથી. આ દુર્ઘટના બાદ સેન જોસ ઈન્ટરનેશનલ એરપોર્ટને થોડા સમય માટે બંધ કરવું પડ્યું હતું.
DHLના કાર્ગો પ્લેનમાં કોઈ યાંત્રિક સમસ્યા આવી હતી, ત્યારબાદ તેણે જુઆન સાન્ટા મારિયા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યું, જે દરમિયાન તેના બે ટુકડા થઈ ગયા. કાર્ગો પ્લેનમાં માત્ર બે ક્રૂ મેમ્બર હતા, જેમની હાલત સારી હોવાનું કહેવાય છે. પાયલોટને પણ કોઈ મોટી ઈજા થઈ નથી. આ અકસ્માત ગુરુવારે સવારે 10.30 વાગ્યે થયો હતો. મહત્વનું છે કે, જ્યારે જર્મન કંપની DHLનું આ પીળા રંગનું પ્લેન જમીન પર આવ્યું ત્યારે તેમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. એવું માનવામાં આવે છે કે, તે રનવે પરથી સરકી ગયું હતું અને પછી પ્લેનના પાછળના પૈડાની નજીક બે ટુકડા થઈ ગયા હતા.
Advertisement

અકસ્માત બાદ કોસ્ટા રિકાના ફાયર બ્રિગેડના હેક્ટર ચાવેસે જણાવ્યું હતું કે, વિમાનમાં સવાર બે ક્રૂ મેમ્બરોની હાલત સારી છે. જો કે, રેડક્રોસના કાર્યકર ગુઇડો વાસ્કેઝના જણાવ્યા અનુસાર, આ ગ્વાટેમાલાના લોકોને સાવચેતીના ભાગરૂપે "તબીબી તપાસ માટે" હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. Boeing-757 પ્લેને સાન્ટા મારિયા એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. પરંતુ તે પછી તે 25 મિનિટમાં જ પરત આવ્યું કારણ કે તેમાં કોઈ ખામી હતી, જેના કારણે તેને ઈમરજન્સી લેન્ડિંગ કરવી પડી હતી. અકસ્માત બાદ સાંજે 6 વાગ્યા સુધી એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું.
Tags :
Advertisement

.