Watch : વાપી GIDCમાંથી ઝડપાયું 180 કરોડનું 121 કિલો MD ડ્રગ્સ, જાણો વિગત
વર્ષની શરૂઆતમાં ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાતું હતું. ત્યારે હવે છેલ્લા ઘણાં સમયથી કેમિકલની આડમાં મેફેડ્રોન ડ્રગ્સની હેરાફેરી સહિત ઉત્પાદન થતું હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ગુજરાતમાં ફરી એક વખત ડ્રગ્સના નશાનો વેપાર ઝડપાયો છે. DRIએ ચોક્કસ...
વર્ષની શરૂઆતમાં ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાતું હતું. ત્યારે હવે છેલ્લા ઘણાં સમયથી કેમિકલની આડમાં મેફેડ્રોન ડ્રગ્સની હેરાફેરી સહિત ઉત્પાદન થતું હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ગુજરાતમાં ફરી એક વખત ડ્રગ્સના નશાનો વેપાર ઝડપાયો છે. DRIએ ચોક્કસ બાતમીના આધારે આજે વાપી GIDC માં વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પ્રાઇમ પોલિમર ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરીમાંથી રૂપિયા 180 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ ઉપરાંત DRI એ કંપનીના માલિકના ઘર અને ઓફીસે પણ રેડ કરી હતી. જેમાં એક આરોપીના ઘરમાંથી 18 લાખ રૂપિયાની રોકડ પણ હાથ લાગી છે.
Advertisement
આ પણ વાંચો : Watch : હવે મુખવાસ ખાતા પહેલા ચેતી જજો…, રાજકોટમાંથી 1 ટન જેટલો ભેળસેળિયો મુખવાસ જપ્ત કરાયો
Advertisement