Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભગવંત માનને જર્મનીમાં પ્લેનમાંથી ઉતારવામાં આવ્યા હતા કે નહીં? જાણો કેન્દ્રીય મંત્રીનો જવાબ

પંજાબ (Punjab)ના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant Mann)આ દિવસોમાં એક આરોપનો સામનો કરી રહ્યા છે, જેને લઈને વિપક્ષી પાર્ટીઓ તેમના પર ખરાબ પ્રહારો કરી રહી છે. શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે દાવો કર્યો હતો કે તેમને નશામાં હોવાના કારણે લુફ્થાન્સા એરલાઈન્સમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. હવે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી ( Aviation Minister)જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia)એ મંગળવારે કહ્યું કે તેàª
ભગવંત માનને જર્મનીમાં પ્લેનમાંથી ઉતારવામાં આવ્યા હતા કે નહીં  જાણો કેન્દ્રીય મંત્રીનો જવાબ
પંજાબ (Punjab)ના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant Mann)આ દિવસોમાં એક આરોપનો સામનો કરી રહ્યા છે, જેને લઈને વિપક્ષી પાર્ટીઓ તેમના પર ખરાબ પ્રહારો કરી રહી છે. શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે દાવો કર્યો હતો કે તેમને નશામાં હોવાના કારણે લુફ્થાન્સા એરલાઈન્સમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. હવે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી ( Aviation Minister)જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia)એ મંગળવારે કહ્યું કે તેઓ એવા આરોપોની તપાસ કરશે કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને નશાના કારણે ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર દિલ્હી જતી ફ્લાઈટમાંથી ઉતારવામાં આવ્યા હતા. 
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે તથ્યોની ચકાસણી કરવી મહત્વપૂર્ણ છે. શિરોમણી અકાલી દળ (SAD)ના વડા સુખબીર સિંહ બાદલે (Sukhbir Singh Badal) સોમવારે આરોપ લગાવ્યો હતો કે માનને ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર લુફ્થાન્સાના વીમાનમાંથી ઉતારવામાં આવ્યો હતો કારણ કે તે નશામાં હતો. 
જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપ્યો આ જવાબ
કોંગ્રેસના નેતા પ્રતાપ સિંહ બાજવાએ સિંધિયાને પત્ર લખીને આ મામલે તપાસની માંગ કરી છે. મીડિયા સાથે વાત કરતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે આ કથિત ઘટના આંતરરાષ્ટ્રીય ધરતી પર બની છે. અમારે ખાતરી કરવી પડશે કે અમે તથ્યોની ચકાસણી કરીએ છીએ. વીગતો આપવાનું એરલાઇન લુફ્થાન્સા પર નિર્ભર છે. મને જે વીનંતી મોકલવામાં આવી છે તે હું ચોક્કસપણે જોઈશ. 

AAPએ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા
આમ આદમી પાર્ટી (AAP)એ વિપક્ષના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. ભગવંત માન સોમવારે જર્મનીની આઠ દિવસની મુલાકાતેથી પરત ફર્યા છે. તેઓ રોકાણ કરવાની જર્મની ગયા હતા. આમ આદમી પાર્ટીના નેતાઓ આ આરોપોને નકારી રહ્યા છે ત્યારે ભગવંતે આ મામલે મૌન સેવ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.