Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વોર્નર અને શાહિન આફ્રિદી આવ્યા આમને-સામને, જુઓ પછી શું થયું?

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે લાહોરમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પ્રથમ ઇનિંગમાં પાકિસ્તાનની ટીમ સારી શરૂઆત બાદ વિખેરાઈ ગઈ હતી. ટીમ 268ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. 20 રનની અંદર ટીમે તેની છેલ્લી 7 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં કોઇ પણ વિકેટના નુકસાન વિના 11 રન બનાવ્યા અને 134 રનની લીડ મેળવી લીધી. બુધવારે ત્રીજા સેશનમાં પાકિસ્તાનનો ફાસ્ટ બોલર શાહીન આફ્રિ
વોર્નર અને શાહિન આફ્રિદી આવ્યા આમને સામને  જુઓ પછી શું થયું
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે લાહોરમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પ્રથમ ઇનિંગમાં પાકિસ્તાનની ટીમ સારી શરૂઆત બાદ વિખેરાઈ ગઈ હતી. ટીમ 268ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. 20 રનની અંદર ટીમે તેની છેલ્લી 7 વિકેટ ગુમાવી દીધી હતી. 
ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં કોઇ પણ વિકેટના નુકસાન વિના 11 રન બનાવ્યા અને 134 રનની લીડ મેળવી લીધી. બુધવારે ત્રીજા સેશનમાં પાકિસ્તાનનો ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી ડેવિડ વોર્નર સાથે ભીડાઇ ગયો હતો. એ જોઈને બધા હસી પડ્યા. વાસ્તવમાં શાહીન આફ્રિદી બુધવારની છેલ્લી ઓવર ફેંકવા આવ્યો હતો. આફ્રિદીનો શોટ ઓફ લેન્થનો છેલ્લો બોલ, જે વોર્નરે સરળતાથી રમ્યો હતો. આ પછી શાહીન આફ્રિદી ઝડપથી વોર્નર પાસે પહોંચી ગયો અને તેની પાસે ઉભો રહ્યો. ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ તેની બીજી ઇનિંગમાં 11 રન બનાવી લીધા છે. ડેવિડ વોર્નર 4 અને ઉસ્માન ખ્વાજા 7 રન બનાવીને અણનમ છે. અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસની રમતના અંતે પાકિસ્તાન પર 134 રનની લીડ મેળવી લીધી છે. 
Advertisement

જણાવી દઈએ કે, ત્રીજા દિવસની રમતના છેલ્લા બોલે શાહીન આફ્રિદીએ વોર્નરને બાઉન્સર ફેંક્યો હતો, જેના પર ઓસ્ટ્રેલિયન ઓપનરે રક્ષણાત્મક રમત રમી હતી. પરંતુ આ પછી પાકિસ્તાની બોલર આફ્રિદીએ કંઈક એવું કર્યું જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં એવું બન્યું કે વોર્નર તરફ બાઉન્સર ફેંક્યા બાદ આફ્રિદી સીધો બેટ્સમેન પાસે ગયો અને તેની સામે જોવા લાગ્યો, ત્યારબાદ વોર્નરે પણ બોલરને આંખ બતાવી. જોકે, બંને ખેલાડીઓએ મજાકમાં આ કૃત્ય કર્યું હતું. ત્યારે વોર્નર પણ હસી પડ્યો હતો. આ વિડીયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. ખેલાડીઓની આ સ્ટાઈલ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.
Tags :
Advertisement

.