લખનૌમાં ભારે વરસાદના કારણે દિવાલ ધરાશાયી, 9ના મોત
ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. રાજધાની લખનૌમાં ભારે વરસાદના કારણે શુક્રવારે સવારે દુર્ઘટના સર્જાઇ છે. લખનૌમાં કેન્ટ વિસ્તારમાં દિલકુશા ગાર્ડન પાસે દિવાલ ધરાશાયી થતાં 9 લોકોના મોત થયા છે. દિલકુશા ગાર્ડન પાસે બનેલી આ ઘટનામાં ભારે વરસાદના કારણે દિવાલ ધરાશાયી થઇ હતી જેથી 9 લોકોના મોત થયા છે, જેમાં 3 પુરુષ, 2 મહિલાઓ અને 3 બાળકોનો સમાવે
03:35 AM Sep 16, 2022 IST
|
Vipul Pandya
ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. રાજધાની લખનૌમાં ભારે વરસાદના કારણે શુક્રવારે સવારે દુર્ઘટના સર્જાઇ છે. લખનૌમાં કેન્ટ વિસ્તારમાં દિલકુશા ગાર્ડન પાસે દિવાલ ધરાશાયી થતાં 9 લોકોના મોત થયા છે.
દિલકુશા ગાર્ડન પાસે બનેલી આ ઘટનામાં ભારે વરસાદના કારણે દિવાલ ધરાશાયી થઇ હતી જેથી 9 લોકોના મોત થયા છે, જેમાં 3 પુરુષ, 2 મહિલાઓ અને 3 બાળકોનો સમાવેશ થાય છે. એક વ્યક્તિ ઘાયલ થયો હોવાનું પણ જાણવા મળે છે. આ તમામ લોકો દિવાલ પાસે સુતા હતા ત્યારે અચાનક દિવાલ ધરાશાયી થઇ હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ અને પ્રશાસન સ્થળ પર પહોંચ્યું છે અને બચાવ તથા રાહત કાર્ય શરુ કર્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ઘટનાની જાણ થતાં અધિકારીઓને તત્કાળ સ્થળ પર પહોંચવાની સુચના આપી હતી.
બીજી તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારને 4 લાખ રુપિયાની સહાયની જાહેરાત કરી છે તથા અધિકારીઓને સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્તોની યોગ્ય સારવાર કરાવવાની સુચના આપી હતી.
ઉલ્લેખનીય છે કે ગુરુવારથી ઉત્તર પ્રદેશમાં લખનૌ અને બુંદેલખડ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેથી ખરાબ પરિસ્થિતીનું નિર્માણ થયું છે. ભારે વરસાદના કારણે ઘણા સ્થળોએ પાણી ભરાયા છે અને સ્કુલ તથા ઓફિસોમાં રજા જાહેર કરાઇ છે.
ઉત્તર પ્રદેશમાં હજું આગામી 3 દિવસ સુધી વાવાઝોડા સાથે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આ મામલે એલર્ટ પણ જાહેર કર્યું છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ઓછા દબાણવાળું ક્ષેત્ર બુંદેલખંડ થઇને ઉત્તર પ્રદેશમાં પહોંચ્યું છે જેથી સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
Next Article