નોઇડામાં જલવાયુ વિહારમાં દીવાલ ધરાશાયી, 4ના મોત
ઉત્તર પ્રદેશના નોઈડાના સેક્ટર-21માં મંગળવારે દિવાલ ધરાશાયી થતાં 4 લોકોના મોત થયા છે જ્યારે 9 લોકોને બચાવી લેવાયા છે. સ્થળ પર હજુ પણ કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં અફરા તફરી મચી ગઇ હતી.પ્રાપ્ત માહિતી મુજબ નોઈડા ઓથોરિટીએ જલવાયુ વિહાર પાસે સેક્ટર 21માં ગટરની સફાઈનું કામ સોંપ્યું હતું. કામદારો ઇંટો કાઢી રહ્યા à
ઉત્તર પ્રદેશના નોઈડાના સેક્ટર-21માં મંગળવારે દિવાલ ધરાશાયી થતાં 4 લોકોના મોત થયા છે જ્યારે 9 લોકોને બચાવી લેવાયા છે. સ્થળ પર હજુ પણ કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં અફરા તફરી મચી ગઇ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ નોઈડા ઓથોરિટીએ જલવાયુ વિહાર પાસે સેક્ટર 21માં ગટરની સફાઈનું કામ સોંપ્યું હતું. કામદારો ઇંટો કાઢી રહ્યા હતા ત્યારે અચાનક દિવાલ ધરાશાયી થઇ હતી. અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે. ઘટનાની ઝીણવટભરી તપાસ શરુ કરાઇ છે.
આ ગટરની સફાઇ કામગિરીમાં ડઝનથી વધુ મજૂરો સામેલ હતા. આ દરમિયાન એક ઈંટ હટાવ્યા બાદ આખી દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી જેથી તમામ કામદારો કાટમાળ નીચે દટાયા હતા. પોલીસ અને બચાવ દળ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જેસીબી લગાવીને કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
Advertisement