Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કાન્સ 2022ના રેડ કાર્પેટ પર ચાલીને આ અભિનેત્રીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની શાન વધારી

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ-2022 ઘણો જ ખાસ રહ્યો છે. આ વર્ષે કાન્સે તેના 75 વર્ષ પૂરાં કર્યા છે સાથે જ આ વર્ષે  ભારત પણ તેની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે આખી ઇવેન્ટમાં ગુજરાતની કચ્છની આ પ્રતિભા  કોમલ ઠક્કરને પણ કાન્સના રેડ કાર્પેટ પર ચાલવાનો મોકો મળ્યો હતો. ભારત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કન્ટ્રી ઓફ ઓનર તરીકે જોડાયું હતું. સાથે જ ભારતીય અભિનેત્રીઓનો કાન્સમાં દબદબો રહ્યો હતો. રેàª
કાન્સ 2022ના રેડ કાર્પેટ પર ચાલીને આ અભિનેત્રીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની શાન વધારી
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ-2022 ઘણો જ ખાસ રહ્યો છે. આ વર્ષે કાન્સે તેના 75 વર્ષ પૂરાં કર્યા છે સાથે જ આ વર્ષે  ભારત પણ તેની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે આખી ઇવેન્ટમાં ગુજરાતની કચ્છની આ પ્રતિભા  કોમલ ઠક્કરને પણ કાન્સના રેડ કાર્પેટ પર ચાલવાનો મોકો મળ્યો હતો. ભારત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કન્ટ્રી ઓફ ઓનર તરીકે જોડાયું હતું. સાથે જ ભારતીય અભિનેત્રીઓનો કાન્સમાં દબદબો રહ્યો હતો. 

રેડ કાર્પેટ વોક પણ કર્યું
ગુજરાતી ફિલ્મો ની જાણીતી અભિનેત્રી કોમલ ઠક્કર એ આજે કાન્સ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ વોક કરીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી નું અને ગુજરાત નું નામ રોશન કર્યું છે. મુળ કચ્છની કોમલ ઠક્કરે અનેક ગુજરાતી ફિલ્મોમાં પોતાનો શાનદાર અભિનય આપ્યો છે. આજે સમગ્ર ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ગૌરવ અનુભવે છે કે ગુજરાતી ફિલ્મ ફ્રેટરનીટીની અભિનેત્રી કાન્સના રેડ કાર્પેટ પર વોક કરવાનો મોકો મળ્યો હતો.વિશ્વ વિખ્યાત ફિલ્મ ફેસ્ટિવલ દર વર્ષે ફ્રાન્સના કાન્સમાં યોજાય થાય છે. આ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે દુનિયાભરમાંથી કલાકારો આવતાં હોય છે. 


પરંપરાગત ભારતીય સાડી સાથે એન્ટ્રી કરી
કાન્સમાં પહોંચવું જેટલું મુશ્કેલ છે, ત્યાં રેડ કાર્પેટ પર ચાલવું વધુ મુશ્કેલ છે. કારણ કે તેના માટેના નામ અને તૈયારીઓ  અગાઉથી જ નક્કી હોય છે. પરંતુ કોમલ ઠાકર એ માટે પ્રયાસ કર્યો અને કોમલ ઠક્કરને સફળતા પણ મળી. કોમલ ઠાકરે કાન્સમાં ભારતીય પેવેલિયન અને ત્યાંની ટીમ જી.કે. દેસાઈ જી એ અને FICCI ઓર્ગેનાઇઝેશનની મદદથી આ તક મળી છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં તેણે પરંપરાગત ભારતીય સાડી સાથે એન્ટ્રી કરી હતી. જે નિકેતા ઠાકર  દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે અને જ્વેલરી મોના ફાઈન જ્વેલરી લંડનની ડિઝાઇન હતી. 


કાન્સમાં વૉક કરીશ તો હું ગુજરાતી અભિનેત્રી તરીકે 
કાન્સમાં મોકો મળવા અંગે કોમલ ઠક્કર એ કહ્યું કે મેં ઘણી હિન્દી ફિલ્મો પણ કામ કરી ચુકી છું, પરંતુ મે નક્કી કર્યું હતું કે જો હું કાન્સમાં વૉક કરીશ તો હું ગુજરાતી અભિનેત્રી તરીકે વૉક કરીશ, જે માટે મને  કાન્સના આયોજકોનો સપોર્ટ મળ્યો હતો. એક ગુજરાતી હોવાથી મારા માટે  આ અવસર બહુ મોટી સિદ્ધિ છે.
Advertisement
Tags :
Advertisement

.