ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગણેશ ચતુર્થી: વકફ બોર્ડ કર્ણાટક હાઇકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટના શરણે

એક સમયે હાલમાં દેશભરમાં ગણેશ ઉત્સવને લઇને ગણતરીના દિલસે બાકી છે લોકો તહેવારને લઇને જોરશોરથી તૈયારીઓ કરી રહ્યાં છો, ત્યારે કર્ણાટકમાં ઇદગાહ મેદાનમાં ગણેશ ઉત્સવ સંદર્ભે મામલો ગૂંચવાયો છે. કર્ણાટક  હાઈકોર્ટે બેંગલુરુના ઈદગાહ મેદાનમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવાની પરવાનગી આપી હતી. હવે કર્ણાટક વકફ બોર્ડે હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. બિનજરૂરી ધાર્મિક તણાàª
08:49 AM Aug 29, 2022 IST | Vipul Pandya
એક સમયે હાલમાં દેશભરમાં ગણેશ ઉત્સવને લઇને ગણતરીના દિલસે બાકી છે લોકો તહેવારને લઇને જોરશોરથી તૈયારીઓ કરી રહ્યાં છો, ત્યારે કર્ણાટકમાં ઇદગાહ મેદાનમાં ગણેશ ઉત્સવ સંદર્ભે મામલો ગૂંચવાયો છે. કર્ણાટક  હાઈકોર્ટે બેંગલુરુના ઈદગાહ મેદાનમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવાની પરવાનગી આપી હતી. હવે કર્ણાટક વકફ બોર્ડે હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. 

બિનજરૂરી ધાર્મિક તણાવ અંગે રજૂઆત
કર્ણાટક વક્ફ બોર્ડે બેંગલુરુના ઈદગાહ મેદાનમાં ગણેશ ઉત્સવની ઉજવણીની મંજૂરી આપતા હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. અહીં કર્ણાટકની ભાજપ સરકારે પણ કહ્યું છે કે તે 30 ઓગસ્ટ સુધી કોર્ટના નિર્ણયની રાહ જોશે, ત્યાર બાદ જ કોઈ કાર્યવાહી કરવામાં આવશે. વાસ્તવમાં, કર્ણાટક વકફ બોર્ડ તરફથી હાજર રહેલા વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે આ વિસ્તારમાં બિનજરૂરી ધાર્મિક તણાવ પેદા કરવામાં આવી રહ્યો છે. તેમણે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા યુયુ લલિત સમક્ષ તાત્કાલિક સુનાવણી માટે આ મામલો રજૂ કર્યો છે. સુપ્રીમ કોર્ટ આ અરજી પર 30 ઓગસ્ટ, મંગળવારના રોજ સુનાવણી કરવા સંમત થઈ છે.
કર્ણાટક હાઈકોર્ટે તહેવાર ઉજવણીનો આદેશ આપ્યો હતો
કર્ણાટક હાઈકોર્ટે 26 ઓગસ્ટે બેંગલુરુના ચામરાજપેટ સ્થિત ઈદગાહ મેદાનમાં ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી કરવાની મંજૂરી આપ્યા બાદ સમગ્ર મામલો વધુ ઉગ્ર બન્યો હતો. રાજ્યની ભાજપ સરકારે યથાસ્થિતિ જાળવી રાખવાના 25 ઓગસ્ટના વચગાળાના આદેશ સામે અપીલ દાખલ કર્યા બાદ કોર્ટે આ મંજૂરી આપી હતી. 
રાજ્ય સરકાર નિર્ણયની રાહ જોશે
બીજી તરફ હવે કર્ણાટકની ભાજપ સરકારે કહ્યું કે તે 30 ઓગસ્ટ સુધી કોર્ટના નિર્ણયની રાહ જોશે. રાજ્યના મહેસૂલ પ્રધાન આર અશોકે કહ્યું છે કે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે કારણ કે તેમને ખબર છે કે કેટલાક લોકો સોમવારે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરી શકે છે.
તેમણે એમ પણ કહ્યું છે કે વિવાદિત સ્થળ પર ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોને 31 ઓગસ્ટથી મર્યાદિત સમયગાળા માટે મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ શુક્રવારે જારી કરાયેલા હાઈકોર્ટના નિર્દેશ મુજબ સરકારે 30 ઓગસ્ટ સુધી રાહ જોવાનો નિર્ણય કર્યો છે. જણાવી દઈએ કે આ વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર 31 ઓગસ્ટના રોજ શરુ થશે, આ તહેવાર ત્રણથી 11 દિવસ સુધી ચાલે છે.
Tags :
BengaluruEidgahmaidanganeshchaturthiGujaratFirstIdgahGaneshafestivalKarnatakahighcourtsupremecourtverdict
Next Article