Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VVS લક્ષ્મણ ભારતીય ક્રિકેટ ટીમના વચગાળાના હેડકોચ તરીકે નિયુક્ત

એશિયા કપ (Asia Cup 2022) શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. આ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડે મોટો નિર્ણય લીધો છે. નેશનલ ક્રિકેટ એકેડમીના પ્રમુખ અને ઝિમ્બાબ્વેના પ્રવાસ દરમિયા  હેડકોચની ભૂમિકા નિભાવનારા પૂર્વ દિગ્ગજ બેટ્સમેન VVS લક્ષ્મણ ભારતીય ટીમના વચગાળાના હેડકોચ નિયુક્ત કરવામાં આવ્યા છે.VVS લક્ષ્મણ (VVS Laxman) દુબઈમાં રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયા સાથે જોડાયા છà
vvs લક્ષ્મણ ભારતીય ક્રિકેટ ટીમના વચગાળાના હેડકોચ તરીકે નિયુક્ત
એશિયા કપ (Asia Cup 2022) શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. આ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડે મોટો નિર્ણય લીધો છે. નેશનલ ક્રિકેટ એકેડમીના પ્રમુખ અને ઝિમ્બાબ્વેના પ્રવાસ દરમિયા  હેડકોચની ભૂમિકા નિભાવનારા પૂર્વ દિગ્ગજ બેટ્સમેન VVS લક્ષ્મણ ભારતીય ટીમના વચગાળાના હેડકોચ નિયુક્ત કરવામાં આવ્યા છે.
VVS લક્ષ્મણ (VVS Laxman) દુબઈમાં રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયા સાથે જોડાયા છે. BCCI રાહુલ દ્વવિડના વિકલ્પમાં તેમને દુબઈ મોકલ્યા છે.  આ અગાઉ તેઓ આયરલેન્ડ સામે ટી-20 સીરીઝ અને ઝિમ્બાબ્વે સામે વન-ડે સીરીઝમાં ટીમ ઈન્ડિયાના હેડ કોચ રહી ચુક્યા છે. આગામી 28 ઓગસ્ટના રોજ એશિયાકપનો પ્રારંભ થવાનો છે અને ભારતની પહેલી મેચ પાકિસ્તાન સાથે છે.
BCCIએ એક પ્રેસ રિલીઝ જાહેર કરી કહ્યું કે, શ્રી વીવીએસ લક્ષ્મણ, હેડ ક્રિકેટ, NCA UAEમાં રમાનારી આગામી ACC એશિયા કપ 2022 માટે ભારતીય ટીમ (સીનિયર પુરૂષ) માટે વચગાળાના મુખ્ય કોચ હશે. તેમાં આગળ કહેવામાં આવ્યું કે, ઝિમ્બાબ્વે સામેની વન-ડે શ્રેણીમાં ભારતીય ટીમ સાથે પ્રવાસ કરનાર લક્ષ્મણ રાહુલ દ્રવિડની ગેરહાજરીમાં ટીમની તૈયારીઓની દેખરેખ રાખશે.
ઉલ્લેખનીય છે કે, એશિયાકપના (Asia Cup 2022) પ્રારંભ પહેલા ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડ કોરોના સંક્રમિત થતાં ભારતીય ટીમને એશિયાકપની તૈયારીઓ માટે તગડો ઝટકો લાગ્યો છે. BCCIએ પ્રેસ રિલિઝમાં સ્પષ્ટ કર્યું છે કે, BCCIની મેડિકલ ટીમે રાહુલ દ્રવિડની હેલ્થ પર નજર રાખેલી છે. જેવો જ તેઓનો રિપોર્ટ નેગેટિવ આવશે, તેઓ ટીમ ઈન્ડિયા સાથે જોડાય જશે.
Advertisement

Tags :
Advertisement

.