ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિજાપુર APMCમાં આજે મતદાન, વહેલી સવારથી મતદારોની મતદાન માટે લાંબી લાઈનો લાગી

મહેસાણાના વિજાપુરમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય રમણલાલ પટેલની હાર બાદ વિજાપુર apmc માં ભાજપના જ બે જૂથ વચ્ચે ચુંટણી જંગ ખેલાઇ રહ્યો છે. રમણલાલ પટેલ વિજાપુર apmc ના ચેરમેન હતા.જેઓ પોતે હવે ચુંટણી નથી લડી રહ્યા પણ તેમની પેનલ તૈયાર કરી મેદાને ઉતર્યા છે. ત્યારે  વિજાપુર APMC માં પૂર્વ mla રમણલાલ vs કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂર્વ mla પી આઇ પટેલ જૂથ વચ્ચે ચુંટણી જંગ જામ્યો છે.આજે à
09:22 AM Feb 03, 2023 IST | Vipul Pandya
મહેસાણાના વિજાપુરમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય રમણલાલ પટેલની હાર બાદ વિજાપુર apmc માં ભાજપના જ બે જૂથ વચ્ચે ચુંટણી જંગ ખેલાઇ રહ્યો છે. રમણલાલ પટેલ વિજાપુર apmc ના ચેરમેન હતા.જેઓ પોતે હવે ચુંટણી નથી લડી રહ્યા પણ તેમની પેનલ તૈયાર કરી મેદાને ઉતર્યા છે. ત્યારે  વિજાપુર APMC માં પૂર્વ mla રમણલાલ vs કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂર્વ mla પી આઇ પટેલ જૂથ વચ્ચે ચુંટણી જંગ જામ્યો છે.
આજે વિજાપુર APMCમાં 16 બેઠકો માટે મતદારોએ મતદાન કર્યું હતું. ચુંટણી દરમ્યાન રમણલાલ પટેલે નિવેદન કર્યું હતું કે, પૂર્વ ધારાસભ્ય પી આઇ પટેલ હવે ભાજપમાં કહી ના શકાય. ભાજપનો સનિષ્ઠ કાર્યકર્તા મેન્ડેટના મળે તો શિસ્ત પૂર્વક ઉમેદવારી પાછી ખેંચી લે. પણ પી આઇ પટેલ એમ માને છે કે પાર્ટી નહિ પણ વ્યક્તિ ગત હું ચાલુ છું. જે પાર્ટી વિરુદ્ધનું કામ કરે તો પાર્ટી પાર્ટીનું કામ ચોક્કસ કરશે જ. 
અત્યાર સુધી પડદા પાછળ ચાલતું કામ હવે જાહેરમાં ચાલે છે. જો કે આ મુદ્દે પી આઈ પટેલે કંઇ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. વિજાપુર એપીએમસીની 16 બેઠકો માટે આજે ચૂંટણીમાં મતદાન બાદ આવતીકાલે પરિણામ જાહેર થશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ 
Tags :
APMCGujaratFirstlongqueuesVijapurvotersVoting
Next Article