Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરુ, જગદીપ ધનખડનો વિજય નિશ્ચિત

દેશના નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર જગદીપ ધનખડ અને વિપક્ષના સંયુક્ત ઉમેદવાર માર્ગારેટ આલ્વા વચ્ચે મુકાબલો છે. આંકડાની દૃષ્ટિએ પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ ધનખડની જીત નિશ્ચિત જણાય છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસે અલ્વાના નામની જાહેરાત પહેલા સર્વસંમતિ ન સાધવાના પ્àª
05:18 AM Aug 06, 2022 IST | Vipul Pandya
દેશના નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર જગદીપ ધનખડ અને વિપક્ષના સંયુક્ત ઉમેદવાર માર્ગારેટ આલ્વા વચ્ચે મુકાબલો છે. આંકડાની દૃષ્ટિએ પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ ધનખડની જીત નિશ્ચિત જણાય છે. 
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસે અલ્વાના નામની જાહેરાત પહેલા સર્વસંમતિ ન સાધવાના પ્રયાસોને ટાંકીને મતદાન પ્રક્રિયાથી દૂર રહેવાની જાહેરાત કરી હોવાથી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને વિપક્ષી પક્ષોમાં પણ મતભેદો સામે આવ્યા છે. એંસી વર્ષના આલ્વા કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને રાજસ્થાનના રાજ્યપાલ તરીકે પણ રહી ચૂક્યા છે. ધનખડ 71 વર્ષના છે અને તે રાજસ્થાનના પ્રભાવશાળી જાટ સમુદાયના છે.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ અને અશ્વિની વૈષ્ણવે સંસદમાં પોતાનો મત આપ્યો હતો. હાલ અન્ય સાંસદો મતદાન કરી રહ્યા છે. 

આ પણ વાંચો-- આજે દેશના નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી, જાણો મતદાન કોણ કરી શકે છે
Tags :
GujaratFirstVicePresidentElectionVoting
Next Article