Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બ્રિટનમાં નવા વડાપ્રધાનની ચૂંટણીનું મતદાન આજે પૂર્ણ, જાણો સર્વેમાં કોણ આગળ

બ્રિટનમાં વડાપ્રધાન પદની દોડમાં મતદાન આજે સાંજે 5 વાગે પુર્ણ થઇ જશે. ચૂંટણીના પરિણામનું એલાન આગામી સોમવારે થશે એટલે કે બંને ઉમેદવાર ઋષિ સુનક અને લિસ ટ્રુસના ભાવિનો ફેંસલો 5 સપ્ટેમ્બરે થશે. ટોરી સભ્યોના મતની ગણતરી બાદ બોરિસ જોન્સનના ઉત્તરાધીકારીની જાણ થશે. માનવામાં આવે છે કે આ વખતે 1.7 લાખ સભ્યોએ મતદાન કર્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ કંઝર્વેટીવ પક્ષના સભ્યો 2 સપ્ટેમ્બરે સાંજ સુધી મà
બ્રિટનમાં નવા વડાપ્રધાનની ચૂંટણીનું મતદાન આજે પૂર્ણ  જાણો સર્વેમાં કોણ આગળ
બ્રિટનમાં વડાપ્રધાન પદની દોડમાં મતદાન આજે સાંજે 5 વાગે પુર્ણ થઇ જશે. ચૂંટણીના પરિણામનું એલાન આગામી સોમવારે થશે એટલે કે બંને ઉમેદવાર ઋષિ સુનક અને લિસ ટ્રુસના ભાવિનો ફેંસલો 5 સપ્ટેમ્બરે થશે. ટોરી સભ્યોના મતની ગણતરી બાદ બોરિસ જોન્સનના ઉત્તરાધીકારીની જાણ થશે. માનવામાં આવે છે કે આ વખતે 1.7 લાખ સભ્યોએ મતદાન કર્યું છે. 
પ્રાપ્ત માહિતી મુજબ કંઝર્વેટીવ પક્ષના સભ્યો 2 સપ્ટેમ્બરે સાંજ સુધી મતદાન કરી શકે છે. ત્યારબાદ મતદાન પુર્ણ થશે અને શનિ રવિમાં મતગણતરી થશે. નવા વડાપ્રધાનનું એલાન સોમવારે બપોરે લગભગ 12.30 વાગે થશે.
નવા વડાપ્રધાનની ચૂંટણીનો પડાવ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. પરિણામો પહેલા જાહેર થયેલા નવા સર્વેમાં લિસ ટ્રુસ ઋષિ સુનક કરતા આગળ છે. લિસ ટ્રુસ લગભગ તમામ સર્વેમાં આગળ છે. 
લિસ ટ્રુસે પોતાના ચૂંટણીના અભિયાનમાં ટેક્સ કપાતનો મુદ્દો આગળ ધપાવ્યો હતો. તેમણે વચન આપ્યું કે તેઓ ટેક્સમાં 1.25 ટકાનો કપાત કરશે. બીજી તરફ ઋષિ સુનક પ્રચાર અભિયાનમાં ટેક્સમાં વધારાની ભલામણ કરી હતી. 
વડાપ્રધાન બોરિસ જોન્સન પણ લિસ ટ્રુસને પોતાની પસંદ ગણાવી ચુક્યા છે. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં તે પણ જીતશે , તેઓ તેને સમર્થન આપશે. 
વડાપ્રધાન પદની ચૂંટણીમાં અત્યાર સુધીના તમામ સર્વેમાં લિસ ટ્રુસ આગળ છે પણ છતાં ઋષ સુનક છેક છેલ્લી ઘડી સુધી એડી ચોટીનું જોર લગાવી રહ્યા હતા. 
ઋષિ સુનકે રાત દિવસ કામ કરવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે ચૂંટણી અભિયાન પૂર્ણ કરતી વેળાએ દરોકનો આભાર વ્યક્ત કર્યો હતો. 
ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં કંઝર્વેટીવ પાર્ટીના નેતાની ચૂંટણી બે ચરણમાં થાય છે. પહેલા ચરણમાં પાર્ટીના સાંસદ મતદાન કરે છે. છેલ્લે બે ઉમેદવારો બચે ત્યાં સુધી મતદાન થતું રહે છે. આ વખતની ચૂંટણીમાં પાંચ ચરણમાં મતદાન થયું હતું. જેમાં બે ઉમેદવાર ઋષિ સુનક અને લિસ ટ્રુસ સામ સામે રહ્યા હતા. 
બીજા ચરણમાં પક્ષના સભ્યોની મહત્વની ભૂમિકા હોય છે. કંઝર્વેટીવ પક્ષના 1.8 લાખ સભ્યો પોસ્ટલ મતદાન દ્વારા પોતાનો નેતા ચૂંટે છે. બંને ઉમેદવારોમાંથી જેને સૌથી વધુ મત મળશે તે પક્ષનો નેતા અને આગામી વડાપ્રધાન હશે. જો કે ચૂંટણી પહેલાના તમામ સર્વેમાં ઋષિ સુનક પાછળ જોવા મળી રહ્યા છે. 
Advertisement
Tags :
Advertisement

.