Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગણતંત્ર પરેડમાં ગુજરાતના ટેબ્લોને આપો તમારો મત, કરો અહીં ક્લિક

ગુરુવારે દેશવાસીઓએ 74મો પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના 'કર્તવ્ય પથ' ઉપર ભવ્ય રંગારંગ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ દિવસે નવી દિલ્હીના 'કર્તવ્યપથ' પર આયોજિત થનારી પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પરેડમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીઓ પ્રદર્શિત થઇ હતી. જેમા ગુજરાત ''ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત'' વિષયને આવરી લેતી ઝાà
07:41 AM Jan 27, 2023 IST | Vipul Pandya
ગુરુવારે દેશવાસીઓએ 74મો પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના 'કર્તવ્ય પથ' ઉપર ભવ્ય રંગારંગ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ દિવસે નવી દિલ્હીના 'કર્તવ્યપથ' પર આયોજિત થનારી પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પરેડમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીઓ પ્રદર્શિત થઇ હતી. જેમા ગુજરાત ''ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત'' વિષયને આવરી લેતી ઝાંખી પણ રજૂ થઇ હતી. 
કર્તવ્યપથ ઉપર ગુજરાતની ઝાંખી રજૂ કરવામાં આવી
74મા ગણતંત્ર દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્યપથ પર તિરંગો ફરકાવ્યો હતો. આ સાથે જ પ્રજાસત્તાક દિવસની પરેડ અને ટેબ્લો કાર્યક્રમ શરૂ થયો હતો. જેમા ગુજરાતની ઝાંખી રજૂ કરવામાં આવી હતી, જેને દેશવાસીઓએ અને ખાસ કરીને ગુજરાતીઓએ ખૂબ જ પસંદ કરી હતી. ત્યારે હવે ગુજરાત દ્વારા પ્રદર્શિત થનારા ટેબ્લો (ઝાંખી)ને આ સાથે સામેલ લિંકનો ઉપયોગ કરી આપનું વોટિંગ કરીને આ ટેબ્લોને વિજેતા બનાવવાનું ચુકશો નહીં! આ લિંક આપ આપના મિત્રો, પરિચિતો, સમાજ અને કચેરીના સભ્યોને મોટા પ્રમાણમાં શેર કરો અને તેમને પણ વોટિંગ કરવા વિનંતી કરી, ગુજરાતની ઝાંખીને વિજેતા બનાવવામા સહયોગ આપો.
અહીં દર્શાવેલી લિંક ઉપર ક્લિક કરો :

Vote for the tableau of Gujarat
કઈ રીતે કરશો વોટિંગ :
(1) જો આપ QR કોડને સ્કેન કરીને વોટ કરવા માંગતા હોવ, તો તેને સ્કેન કરીને, આપેલ રાજ્યોની સૂચીમાં "ગુજરાત'' ની સામે ટીક કરો, તમારો વોટ રજીસ્ટર થઇ જશે. 
(2) જો તમે એસએમએસ (SMS) થી વોટ કરવા માંગતા હોવ, તો નીચે દર્શાવેલ પગલાનો અમલ કરીને ગુજરાત ઉપર તમારો વોટ કરો : 
SMS Syntax: MYGOVPOLL336981Choice NumberSend to 7738299899
(3) જો મોબાઇલ ફોન દ્વારા વોટિંગ કરવા ઈચ્છા હોય તો, તમારો મોબાઇલ ફોન લખો, તમારા ફોન ઉપર તમને એક ઓટીપી (OTP) મળશે. આ OTP એન્ટર કરતા જ રાજ્યોની સૂચિ ખુલી જશે અને તમે ''ગુજરાત'' પસંદ કરીને વોટ કરો. 
(4) આ જ પ્રમાણે તમે e-mail થી રજીસ્ટર થઇને ''ગુજરાત'' ઉપર વોટિંગ કરી શકો છો. 
(5) મોટા પ્રમાણમાં ''ગુજરાત''ને વોટિંગ કરીને, વર્ષ-2023ના ''ક્લીન અને ગ્રીન એનર્જી ઉક્ત  ગુજરાત''ના
 ટેબ્લોને વિજેતા બનાવો.
કર્તવ્ય પથ પર 23 ઝાંખીઓ જોવા મળી હતી
દિલ્હીના કર્તવ્યપથ ઉપર યોજાયેલી પરેડમાં દેશના વિવિધ રાજ્યોની ઝાંખીઓ પણ પ્રદર્શિત કરવામાં આવી. રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશો, મંત્રાલયો અને વિભાગોની કુલ 23 ઝાંખીઓ કર્તવ્યપથ પર જોવા મળી, જેમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 17 ઝાંખીઓ અને વિવિધ મંત્રાલયો અને વિભાગોની 6 ઝાંખીઓ જોવા મળી હતી. આ ઝાંખીઓ દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, આર્થિક પ્રગતિ અને મજબૂત આંતરિક અને બાહ્ય સુરક્ષાને પ્રતિબિંબિત કરે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી ગુજરાતના ટેબ્લો વિશે શું કહ્યું?
આ વર્ષે આપણે 74મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશમાં તેની ધામધૂમથી ઉજવણી થઇ હતી. વળી આ ખાસ દિવસ પર દિલ્હીના કર્તવ્યપથ ઉપર યોજાયેલી પરેડ દરમિયાન કુલ 23 ઝાંખીઓ જોવા મળી હતી. જેને લઇને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને લખ્યું કે, આજે નવી દિલ્હી ખાતે ગણતંત્ર દિવસની પરેડમાં ક્લીન અને ગ્રીન એનર્જીની દિશામાં ગુજરાતના પ્રયાસોની ઝાંખી કરાવતા ટેબ્લોને લોકોએ ખૂબ પસંદ કર્યો. તમે પણ વોટિંગ કરીને તમારા મનગમતા ટેબ્લોને વિજેતા બનાવી શકો છો. વોટિંગ માટેની લિંક : 
https://www.mygov.in/group-poll/vote-your-favorite-tableau-republic-day-... 

સમગ્ર વિશ્વ આજે પરંપરાગત ઊર્જાસ્ત્રોતોની કટોકટીનો સામનો કરી રહ્યું છે. આ સ્ત્રોતો કાળક્રમે ક્ષીણ થઇ રહ્યા છે, તો બીજી તરફ આ ઊર્જાસ્ત્રોને લીધે પ્રદુષણ વધતા સમગ્ર પૃથ્વી ઉપરનું તાપમાન વધી રહ્યું છે, જેના લીધે દુનિયાના સંખ્યાબંધ દેશો "ક્લાઈમેટ ચૅન્જ" ના કારણે પૂર, ભૂસ્ખલન, ત્સુનામી, ભૂકંપ જેવી કુદરતી આપદાઓનો સામનો કરી રહ્યા છે, જેની ગંભીર ચિંતા ચાલુ વર્ષે United Nations Climate Change Conference or Conference of the parties of the UNFCCC દ્વારા કરવામાં આવી છે.
આ વિપરીત પરિસ્થતિનો મુકાબલો કરવા, પૃથ્વીના વાતાવરણને શુદ્ધ અને હરિયાળું રાખવા તથા UN Sustainable Development Goals (SDG)ની Affordable and Clean Energy ના લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે પુનઃ પ્રાપ્ય અને બિનપરંપરાગત ઊર્જાના સંસાધનોનો ઉપયોગ કરવાનું ગુજરાતે બીડું ઝડપ્યું છે. ગુજરાતે વર્ષ -2009 માં "ક્લાઈમેટ ચૅન્જ" નો એક અલાયદો વિભાગ બનાવીને બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોત : પવન ઊર્જા, સૌર ઊર્જા, જૈવિક ઊર્જા, હાઈડ્રો પાવર દ્વારા સંચાલિત વિવિધ પ્રોજેક્ટ્સ શરુ કર્યા છે. આજે દેશમાં ગુજરાત બિનપરંપરાગત ઊર્જાના ઉત્પાદનમાં અગ્રેસર છે.
જાણો કેમ ખાસ છે કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક પરેડ ?
ગણતંત્ર દિવસે સમગ્ર વિશ્વએ દિલ્હીના કર્તવ્યપથ પરથી મેક ઇન ઇન્ડિયાની ઝલક જોઇ. આ દિવસે સમગ્ર વિશ્વ પરેડમાં આત્મનિર્ભર ભારતની તાકાતને ઓળખી શક્યું છે. આ સાથે કર્તવ્યપથ પર ગણતંત્ર દિવસની પરેડમાં ભવિષ્યનું ભારત જોવા મળ્યું હતું. જ્યાં પરેડમાં ફરી એકવાર નારી શક્તિનો પરચો જોવા મળ્યો. સાથે જ સ્વદેશી શસ્ત્રો ભારતીય પ્રજાસત્તાકનું ગૌરવ વધાર્યું હતું. આ સાથે મિગ-29, રાફેલ, જગુઆર, એસયુ-30 જેવા ફાઈટર જેટ એરો, એબ્રસ્ટ, એરોહેડ, ડાયમંડ સહિત કુલ 13 ફોર્મેશનમાં ઉડતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો - આજે આખી દુનિયા દિલ્હીના કર્તવ્ય પથ પરથી આત્મનિર્ભર ભારતની ઝલક જોશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
74thRepublicDayGujaratFirstRepublicParadetableauofGujaratVote
Next Article