આતુરતાનો આવ્યો અંત જાણો ક્યારે થશે vivo X સિરીઝના નવા ફોન લોન્ચ, શું હશે ફીચર
વિવોની X સિરીઝમાં X 21, X 50, X 50Pro, X 60, X 60 Pro, X 60 Pro+, X 70Pro અને X Pro+ સિરીઝ બાદ કેમેરા ફોનના ચાહકો હવે X 80 ફોનની આતુરતા થી રાહ જોઈ રહ્યા હતા. હવે આતુરતાનો અંત આવ્યો છે. VIVOએ ઓફિશ્યિલ જાહેરાત કરી છે કે ભારતમાં આગામી સપ્તાહે X80 સિરીઝ લોન્ચ કરવામાં આવશે. Vivo X80 સિરીઝની ભારતમાં લૉન્ચ ઇવેન્ટ 18 મેના રોજ બપોરે 12:00 PM (IST) પર થવા જઈ રહી છે. Vivo X80 લાઇનઅપમાં બે ફોન Vivo X80 અને Vivo X80 Pro સામેલ છે. આ બંને ફોન અગાઉ Vivo ચીન અને અન્ય દેશોમાં લોન્ચ
વિવોની X સિરીઝમાં X 21, X 50, X 50Pro, X 60, X 60 Pro, X 60 Pro+, X 70Pro અને X Pro+ સિરીઝ બાદ કેમેરા ફોનના ચાહકો હવે X 80 ફોનની આતુરતા થી રાહ જોઈ રહ્યા હતા. હવે આતુરતાનો અંત આવ્યો છે. VIVOએ ઓફિશ્યિલ જાહેરાત કરી છે કે ભારતમાં આગામી સપ્તાહે X80 સિરીઝ લોન્ચ કરવામાં આવશે. Vivo X80 સિરીઝની ભારતમાં લૉન્ચ ઇવેન્ટ 18 મેના રોજ બપોરે 12:00 PM (IST) પર થવા જઈ રહી છે.
Vivo X80 લાઇનઅપમાં બે ફોન Vivo X80 અને Vivo X80 Pro સામેલ છે. આ બંને ફોન અગાઉ Vivo ચીન અને અન્ય દેશોમાં લોન્ચ થઇ ચુક્યા છે. હવે તેને ભારતમાં લોન્ચ કરવામાં આવશે. Vivo ભારતમાં ઓરેન્જ કલર વેરિઅન્ટ લોન્ચ નહીં કરે. રિપોર્ટમાં Vivo X80 અને X80 Proની રેમ, કલર અને સ્ટોરેજ વેરિઅન્ટ્સ પણ જાહેર કરવામાં આવ્યા છે.
Vivo X80 8GB/128GB અને 12GB/256GB કન્ફિગરેશનમાં લોન્ચ કરાવવામાં આવશે. જ્યારે Vivo X80 Pro એક જ 12GB/256GB મૉડલમાં આવશે. આ સિવાય એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે Vivo X80 સિરીઝમાં માઇક્રો SD કાર્ડ સ્લોટ મળશે. જે ચાઇનીઝ વર્ઝનમાં નથી આપવામાં આવ્યું. Vivo X80ની કિંમત મલેશિયામાં RM 3,499 છે. જે ભારતીય રૂપિયામાં આશરે રૂ. 61,600 થાય છે. Vivo X80 Proની કિંમત RM 4,999 છે. જે લગભગ 88,000 રૂપિયા છે.
Vivo X80 એ 12GB ઓનબોર્ડ LPDDR5 રેમ, 4GB એક્સપાન્ડેબલ રેમ અને 256GB UFS 3.1 સ્ટોરેજ સાથે મીડિયાટેક ટોપ ઓફ ધ લાઇન ડાયમેન્સિટી 9000 SoC પ્રોસેસર આપવામાં આવી શકે છે.
ફોનમાં 4,500mAh બેટરી આપવામાં આવી છે. જે Vivoના પાવરફુલ 80W ફાસ્ટ ચાર્જર સાથે આવે છે. Vivo દાવો કરે છે કે ફોનનું 80W ફાસ્ટ ચાર્જિંગ ફોનને માત્ર 11 મિનિટમાં 0% થી 50% અને 34 મિનિટમાં 0% થી 100% સુધી ફોન ચાર્જ કરશે.
Advertisement