Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિવેક અગ્નિહોત્રીએ 1989ની એક ડરામણી તસવીર પોસ્ટ કરી- જે કોઈ દલીલ કરે તેને આ બતાવો

કાશ્મીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયા પર એક હૃદયદ્રાવક અહેવાલ પોસ્ટ કર્યો છે. તેની સાથે લખ્યું છે કે જે પણ મૃતકોની સંખ્યા પર દલીલ કરે છે, તેને 1989નો આ રિપોર્ટ બતાવો. જણાવી દઈએ કે તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે ફિલ્મમાં ઘણી બધી બાબતોને ખોટી બતાવવામાં આવી છે. જ્યારે આ બધું થયું ત્યારે ફારૂક અબ્દુલ્લા મુખ્યમંત્રી ન હ
વિવેક અગ્નિહોત્રીએ 1989ની એક ડરામણી તસવીર પોસ્ટ કરી  જે કોઈ દલીલ કરે તેને આ બતાવો
કાશ્મીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયા પર એક હૃદયદ્રાવક અહેવાલ પોસ્ટ કર્યો છે. તેની સાથે લખ્યું છે કે જે પણ મૃતકોની સંખ્યા પર દલીલ કરે છે, તેને 1989નો આ રિપોર્ટ બતાવો. જણાવી દઈએ કે તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે ફિલ્મમાં ઘણી બધી બાબતોને ખોટી બતાવવામાં આવી છે. જ્યારે આ બધું થયું ત્યારે ફારૂક અબ્દુલ્લા મુખ્યમંત્રી ન હતા. આ એક કોમર્શિયલ ફિલ્મ છે. હવે વિવેકે તેને ટેગ કરીને ચોંકાવનારી ઘટના ટ્વિટર પર પોસ્ટ કરી છે.

વિવેક અગ્નિહોત્રીએ ઓમર અબ્દુલ્લાને ટેગ કર્યા
ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સને લઈને આખો દેશ બે ભાગમાં વહેંચાયેલો છે. ઘણા લોકો આ ફિલ્મને લઈને ખૂબ જ ભાવુક છે તો કેટલાક તેને પ્રોપેગન્ડા ગણાવી રહ્યા છે. તાજેતરમાં જ ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે ફિલ્મમાં ઘણી બધી વાતો જૂઠું બોલવામાં આવી છે. હવે વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટ કરીને તેનો જવાબ આપ્યો છે. વિવેકે લખ્યું છે કે, જ્યારે પણ નરસંહારમાં વિશ્વાસ ન ધરાવનાર કોઈ વ્યક્તિ મૃત લોકોની સંખ્યા પર દલીલ કરે છે, તો તેને આ 1989નો રિપોર્ટ બતાવો અને પૂછો, તમે રમેસ કુમારને કેટલા નંબર આપશો? બાય ધ વે, ઓમર અબ્દુલ્લાના પિતા અને શ્રી શેખ અબ્દુલ્લાના પુત્ર તે સમયે મુખ્યમંત્રી હતા.
Advertisement

Tags :
Advertisement

.