Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીને Y શ્રેણીની સુરક્ષા અપાઇ

કાશ્મીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીને Y શ્રેણીની સુરક્ષા અપાઇ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીને ગૃહ મંત્રાલય દ્વારા Y શ્રેણીની સુરક્ષા અપાઇ છે.ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીને ગૃહ મંત્રાલય દ્વારા Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. ઈન્ટેલિજન્સ બ્યુરોના થ્રેટ પરસેપ્શન રિપોર્ટ મુજબ આ રક્ષણ વિવેકને આપવામાં આવ્યું છે. જેનà«
 ધ કાશ્મીર ફાઇલ્સ  ફિલ્મના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીને y શ્રેણીની સુરક્ષા અપાઇ
કાશ્મીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીને Y શ્રેણીની સુરક્ષા અપાઇ 
ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીને ગૃહ મંત્રાલય દ્વારા Y શ્રેણીની સુરક્ષા અપાઇ છે.ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીને ગૃહ મંત્રાલય દ્વારા Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. ઈન્ટેલિજન્સ બ્યુરોના થ્રેટ પરસેપ્શન રિપોર્ટ મુજબ આ રક્ષણ વિવેકને આપવામાં આવ્યું છે. જેનો અર્થએ થયો કે વિવેક અગ્નિહોત્રી સમગ્ર ભારતમાં જ્યાં પણ જશે ત્યાં તેમની સાથે CRPFના જવાનો હાજર રહેશે.
Y શ્રેણી સુરક્ષા શું છે?
Y કેટેગરીની સુરક્ષામાં વ્યક્તિની સુરક્ષા માટે કુલ 8 સુરક્ષાકર્મીઓ તૈનાત છે. આમાં VIP જેમને સુરક્ષા આપવામાં આવે છે...જેમાં જે VIPને સુરક્ષા આપવામાં આવે છે, તેમના ઘરે પાંચ સશસ્ત્ર સ્ટેટિક ગાર્ડ લગાવવામાં આવે છે. તેમજ ત્રણ શિફ્ટમાં ત્રણ PSO સુરક્ષા પૂરી પાડે છે.
ફિલ્મ પર રાજકારણ પણ ગરમાયું 
વિવેક અગ્નિહોત્રીએ પોતાની ફિલ્મમાં કાશ્મીરી પંડિતો પર થતા અત્યાચાર અને ખીણમાંથી તેમની હિજરતની કહાની બતાવી છે. 'ધ કાશ્મીર ફાઇલ્સ'માં કાશ્મીરી પંડિતો.વાર્તા જોઈને દર્શકો ભાવુક થઈ ગયા છે. આ ફિલ્મ પર રાજકારણ પણ ગરમાયું છે. રાજકારણીઓ બયાનબાઝી કરી રહ્યા છે, જ્યારે ઘણા લોકો આ ફિલ્મનો વિરોધ પણ કરી રહ્યા છે.

બોક્સ ઓફિસ પર ધમાલ
'ધ કાશ્મીર ફાઇલ્સ'એ બોક્સ ઓફિસ પર દબદબો જમાવ્યો છે. ફિલ્મે 6 દિવસમાં લગભગ 80 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ ઘણા રાજ્યોમાં રિલીઝ થઈ છે. ફિલ્મને ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી પણ કરવામાં આવી છે. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ફિલ્મના વખાણ કર્યા છે. ઘણા બોલિવૂડ કલાકારોએ પણ તેને વખણ કર્યા છે.
નાના પાટેકરે આ વાત કહી
અભિનેતા નાના પાટેકરે 'ધ કાશ્મીર ફાઇલ્સ' વિવાદ પર કહ્યું કે બિનજરૂરી હંગામો કરવો ખોટું છે. તેમણે કહ્યું કે ભારતના હિંદુ અને મુસ્લિમોને એકબીજાની જરૂર છે. દરેક વ્યક્તિએ શાંતિ અને સંવાદિતાથી જીવવાની જરૂર છે. આવી સ્થિતિમાં એક ફિલ્મને કારણે આટલો મોટો વિવાદ ઊભો થવોએ યોગ્ય વસ્તુ નથી. ફિલ્મના કારણે સમાજના બે ટુકડા થઈ ગયા છે, આવા સમયે સમાજમાં તિરાડ ઊભી કરવી યોગ્ય નથી.
Advertisement
Tags :
Advertisement

.