ત્યારે વિઝા નહોતા અપાયા, આજે પાછળથી આવીને મળી રહ્યા છે. મોદી-બાયડેન મીટિંગ વિડીયો પર ફની કોમેન્ટ્સ
વડાપ્રધાન મોદી હાલ જર્મનીના પ્રવાસે છે. પીએમ મોદી જી-7 બેઠકમાં ભાગ લેવા માટે અહીં પહોંચ્યા છે. આ દરમિયાન જી-7 બેઠક પહેલા પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જે રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ ભારતના વડાપ્રધાનને મળવા આતુર જોવા મળે છે, તે જોઈને ન્યૂ ઈન્ડિયાની શક્તિનો અહેસાસ થશે. જ્યારે પીએમ મોદી તેમના કેનેડિયન પી.એમ જસ
Advertisement
વડાપ્રધાન મોદી હાલ જર્મનીના પ્રવાસે છે. પીએમ મોદી જી-7 બેઠકમાં ભાગ લેવા માટે અહીં પહોંચ્યા છે. આ દરમિયાન જી-7 બેઠક પહેલા પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જે રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ ભારતના વડાપ્રધાનને મળવા આતુર જોવા મળે છે, તે જોઈને ન્યૂ ઈન્ડિયાની શક્તિનો અહેસાસ થશે. જ્યારે પીએમ મોદી તેમના કેનેડિયન પી.એમ જસ્ટિન ટ્રુડોને મળી રહ્યા છે, તે દરમિયાન, યુએસ પ્રમુખ પાછળથી આવે છે. આ પછી વડાપ્રધાન મોદીએ પાછળ ફરીને અમેરિકી રાષ્ટ્રપતિનું અભિવાદન કર્યું. સોશિયલ મીડિયા પર લોકો આ વિડીયોને લઈને ઘણી કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે થોડા વર્ષો પહેલા આ જ અમેરિકાએ મોદીજીને વિઝા નહોતા આપ્યા અને આજે તે પોતે હાથ મિલાવવા સામેથી આવી રહ્યાં છે.
મોદીને શોધતા આવી રહ્યાં છે સુપર પાવર
એક યુઝરે લખ્યું કે સુપર પાવર મોદીની શોધમાં ભારત આવી રહ્યું છે. વિશ્વના અન્ય નેતાઓ પણ મોદીને અનુસરશે. આ નવું ભારત છે. અન્ય યુઝરે લખ્યું કે પાવર ઓફ ઈન્ડિયા, નમો. એક યુઝરે લખ્યું કે મોદીજીનો જાદૂ જ અલગ છે. એક યુઝરે લખ્યું કે અમેરિકા ખુદ ભારતીય વડાપ્રધાનને શોધી રહ્યું છે અને લોકો હજુ પણ મોદીના વૈશ્વિક નેતા હોવાનું કારણ શોધી રહ્યાં છે.
દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ
એક યુઝરે લખ્યું કે મહેરબાની કરીને આ ક્ષણને રાજકીય દૃષ્ટિકોણથી ન જુઓ, આ ક્ષણ દરેક ભારતીય માટે ખુશીની અને ગર્વની ક્ષણ છે. અન્ય એક યુઝરે @Praveen66984290 લખ્યું કે આજે આખી દુનિયા ભારતની વધતી શક્તિને જોઈ રહી છે, સમજી રહી છે. આજે આખી દુનિયા મોદીજીની લોકપ્રિયતા પર નજર રાખી રહી છે. ઘર ઘર મોદી, હરહર મોદી.
Advertisement
મોદીજીએ બાયડેનને ED, CBIને ડરાવી દીધા
આ વિડીયોને લઈને ઘણા લોકોએ વિપક્ષી કોંગ્રેસ પર કટાક્ષ કરતાં એક યુઝરે @Shivaindia1995 લખ્યું કે મોદીજીએ બાયડેનને ED અને CBIથી ડરાવ્યાં લાગે છે. આ વૈશ્વિક લોકશાહીની હત્યા છે.
'ડોલર વધારવા બદલ આભાર'
અન્ય એક યુઝરે @swamiraj636 લખ્યું કે જ્યારે યુએસ પ્રેસિડેન્ટ પાછળથી આવ્યા અને કહ્યું – તમારા રાજમાં અમારા ડોલરની કિંમત વધારવામાં તમે જે મદદ કરી છે તેના માટે આખું અમેરિકા તમારું આભારી રહેશે. એક યુઝરે@modi_system_haiએ રમૂજી શૈલીમાં લખ્યું: બિડેનઃ તે દિવસે લીધેલા પૈસા ક્યારે પરત કરી રહ્યાં છે.
Advertisement