Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરતા જ રચશે ઈતિહાસ, આવું કરનાર પ્રથમ એશિયન બનશે? કોણ છે જાણો

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI એ 27 ઓગસ્ટથી શરૂ થતા 2022 એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. એશિયા કપ માટે ભારતીય ટીમમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની પણ વાપસી થઈ છે. તેણે ઈંગ્લેન્ડ સામેની સીમિત ઓવરોની શ્રેણી બાદ આરામ કરવાનો નિર્ણય લીધો હતો. હવે કિંગ કોહલી 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. કોહલી 100મી T20 મેચ રમશેકિંગ કોહલી પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરતાની સાથે જ એક મોટો રેકોà
11:44 AM Aug 10, 2022 IST | Vipul Pandya
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI એ 27 ઓગસ્ટથી શરૂ થતા 2022 એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. એશિયા કપ માટે ભારતીય ટીમમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની પણ વાપસી થઈ છે. તેણે ઈંગ્લેન્ડ સામેની સીમિત ઓવરોની શ્રેણી બાદ આરામ કરવાનો નિર્ણય લીધો હતો. હવે કિંગ કોહલી 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. 
કોહલી 100મી T20 મેચ રમશે
કિંગ કોહલી પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરતાની સાથે જ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લેશે. વાસ્તવમાં, વિરાટ કોહલીએ અત્યાર સુધી 99 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આવી સ્થિતિમાં તે 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે તેની 100મી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. તમને જણાવી દઈએ કે કોહલી 100 T20 ઈન્ટરનેશનલ મેચ રમનાર ભારતનો બીજો ખેલાડી હશે. આ પહેલા રોહિત શર્મા આ કારનામું કરી ચૂક્યો છે. હિટમેને અત્યાર સુધીમાં 132 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. 
પ્રથમ એશિયન ખેલાડી બનશે
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે કિંગ કોહલી પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરતાની સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 100 મેચ રમનાર એશિયાનો પહેલો ખેલાડી બની જશે. આ પહેલા વિશ્વમાં માત્ર ન્યુઝીલેન્ડના રોસ ટેલર જ આ કારનામું કરી શક્યા હતા. ટેલરે તમામ ફોર્મેટમાં 100 કે તેથી વધુ મેચ રમી છે. 
ભારતીય  ક્રિકેટ  કંટ્રોલ બોર્ડ   BCCIએ  27  ઓગસ્ટથી શરૂ  થતાં  2022 એશિયા  કમ  માટે  ટીમ  ઈન્ડિયાની  જાહેરાત  કરી છે  એશિયા કપ માટે  ભારતીય  ટીમમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની  પણ  વાપસી થઈ  છે  તેણે  ઈન્ડિયા  સામેની  સીમિત  ઓવરની શ્રેણી બાદ  આરામ  કરવાનો  નિર્ણય  લીધો  હતો  હવે  કિંગ  કોહલી 28  ઓગસ્ટે  પાકિસ્તાન સામે  મેદાનમાં  ઉતરશે. 
Tags :
AgainstPakistanAsiancreatehistoryGujaratFirsttakesViratKohli
Next Article