પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરતા જ રચશે ઈતિહાસ, આવું કરનાર પ્રથમ એશિયન બનશે? કોણ છે જાણો
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI એ 27 ઓગસ્ટથી શરૂ થતા 2022 એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. એશિયા કપ માટે ભારતીય ટીમમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની પણ વાપસી થઈ છે. તેણે ઈંગ્લેન્ડ સામેની સીમિત ઓવરોની શ્રેણી બાદ આરામ કરવાનો નિર્ણય લીધો હતો. હવે કિંગ કોહલી 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. કોહલી 100મી T20 મેચ રમશેકિંગ કોહલી પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરતાની સાથે જ એક મોટો રેકોà
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI એ 27 ઓગસ્ટથી શરૂ થતા 2022 એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. એશિયા કપ માટે ભારતીય ટીમમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની પણ વાપસી થઈ છે. તેણે ઈંગ્લેન્ડ સામેની સીમિત ઓવરોની શ્રેણી બાદ આરામ કરવાનો નિર્ણય લીધો હતો. હવે કિંગ કોહલી 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે.
કોહલી 100મી T20 મેચ રમશે
કિંગ કોહલી પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરતાની સાથે જ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લેશે. વાસ્તવમાં, વિરાટ કોહલીએ અત્યાર સુધી 99 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આવી સ્થિતિમાં તે 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે તેની 100મી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. તમને જણાવી દઈએ કે કોહલી 100 T20 ઈન્ટરનેશનલ મેચ રમનાર ભારતનો બીજો ખેલાડી હશે. આ પહેલા રોહિત શર્મા આ કારનામું કરી ચૂક્યો છે. હિટમેને અત્યાર સુધીમાં 132 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
પ્રથમ એશિયન ખેલાડી બનશે
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે કિંગ કોહલી પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરતાની સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 100 મેચ રમનાર એશિયાનો પહેલો ખેલાડી બની જશે. આ પહેલા વિશ્વમાં માત્ર ન્યુઝીલેન્ડના રોસ ટેલર જ આ કારનામું કરી શક્યા હતા. ટેલરે તમામ ફોર્મેટમાં 100 કે તેથી વધુ મેચ રમી છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIએ 27 ઓગસ્ટથી શરૂ થતાં 2022 એશિયા કમ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે એશિયા કપ માટે ભારતીય ટીમમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની પણ વાપસી થઈ છે તેણે ઈન્ડિયા સામેની સીમિત ઓવરની શ્રેણી બાદ આરામ કરવાનો નિર્ણય લીધો હતો હવે કિંગ કોહલી 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે.
Advertisement