Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિરાટ કોહલીને ભારતીય ટીમે આપ્યું 'ગાર્ડ ઓફ ઓનર', રોહિત શર્માને ગળે લગાવીને કહ્યું 'Thank you', જુઓ Video

મોહાલીમાં  ભારત અને શ્રીલંકા વચ્ચે સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી માટે ખાસ છે. વિરાટની કારકિર્દીની આ 100મી ટેસ્ટ મેચ છે અને તેને ખાસ બનાવવા માટે ટીમ ઈન્ડિયાએ એક ખાસ રીત અપનાવી હતી. જ્યારે ભારતીય ટીમ પોતાની ઇનિંગ પૂરી થયા બાદ મેદાનમાં ઉતરી ત્યારે વિરાટ કોહલીને ટીમના ખેલાડીઓએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.  javascript:nicTemp(); ભારતીય ટીમે
10:10 AM Mar 05, 2022 IST | Vipul Pandya

મોહાલીમાં
 ભારત અને શ્રીલંકા વચ્ચે સિરીઝની પ્રથમ
ટેસ્ટ મેચ રમાઈ રહી છે.
આ ટેસ્ટ મેચ ટીમ ઈન્ડિયાના પૂર્વ
કેપ્ટન વિરાટ કોહલી માટે ખાસ છે. વિરાટની કારકિર્દીની આ
100મી ટેસ્ટ મેચ છે અને તેને ખાસ બનાવવા માટે ટીમ ઈન્ડિયાએ એક ખાસ રીત
અપનાવી હતી. જ્યારે ભારતીય ટીમ પોતાની ઇનિંગ પૂરી થયા બાદ મેદાનમાં ઉતરી ત્યારે વિરાટ
કોહલીને ટીમના ખેલાડીઓએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.

 javascript:nicTemp();

ભારતીય ટીમે મોહાલી ટેસ્ટમાં તેનો પ્રથમ દાવ 574ના સ્કોર પર ડિકલેર કર્યો હતો. તેના થોડા સમય બાદ ટીમ ઈન્ડિયાએ
ફિલ્ડિંગ શરૂ કરી દીધી હતી. જ્યારે ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરી હતી ત્યારે તમામ
ખેલાડીઓ સામસામે ઉભા થઈ ગયા હતા અને વિરાટ કોહલીને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. વિરાટ
કોહલીએ પણ મસ્તી સાથે તેમાં એન્ટ્રી લીધી અને બધાનો આભાર માન્યો. ત્યારબાદ વિરાટ
કોહલીએ કેપ્ટન રોહિત શર્માને ગળે લગાવીને થેંક્યુ કહ્યું. જ્યારે વિરાટ કોહલીને
ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું ત્યારે મેદાનનું વાતાવરણ ઉત્સાહ ભરેલું બની ગયું
હતું.

javascript:nicTemp();

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે મોહાલી ટેસ્ટ મેચની શરૂઆત પહેલા વિરાટ
કોહલીનું સન્માન પણ કર્યું હતું. ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડે વિરાટ
કોહલીને એક ખાસ કેપ આપ હતી. જે કેપમાં તેનું નામ અને ટેસ્ટ નંબર લખવામાં આવ્યો
હતો. આ દરમિયાન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ તેની સાથે મેદાન પર હતી. 
વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં 100 મેચ રમનાર 12મો ભારતીય ક્રિકેટર બની ગયો છે. જ્યારે તે વિશ્વ ક્રિકેટમાં 71મો ક્રિકેટર બન્યો છે. વિરાટ કોહલીએ કહ્યું કે આ તેના માટે સન્માન
અને સપના પૂરા કરવાની વાત છે. જ્યારે હું આ મેચમાં પ્રવેશી રહ્યો હતો ત્યારે મને
લાગ્યું કે હું મારું ડેબ્યૂ કરવા જઈ રહ્યો છું.

 

વિરાટ કોહલીએ મોહાલી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 45 રન બનાવ્યા અને સાથે જ તેની ટેસ્ટ કારકિર્દીના 8000 રન પણ પૂરા કર્યા. વિરાટ કોહલીનું બેટ છેલ્લા અઢી વર્ષથી સદી નથી
ફટકારી શક્યું
, બધાને આશા હતી કે આ ખાસ અવસર પર વિરાટ
કોહલી ચોક્કસપણે તેની સદીનો દુકાળ પુરો કરી શકશે. પરંતુ તે પ્રથમ દાવમાં
45
રનના સ્કોર પર ક્લીન બોલ્ડ થયો હતો.

Tags :
GujaratFirstIndianCricketTeamIndiaSrilankaTestTestCricketViratKohli
Next Article