Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિરાટ કોહલીએ ફટકારી કરિયરની 45મી સદી, સચિનના આ રેકોર્ડની કરી બરાબરી

ભારત અને શ્રીલંકા વચ્ચે ગુવાહાટીમાં પ્રથમ વન ડે રમાઈ રહી છે. મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું. ભારતે 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 373 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 87 બોલમાં 113 રનની ઈનિંગ રમી હતી. રોહિત શર્માએ 67 બોલમાં 83 અને શુબમન ગિલે 70 રન બનાવ્યા હતા. વિરાટે રચ્યો ઈતિહાસવિરાટ કોહલીના કરિયરની આ 45મી સદી હતી. આ સાથે કોહલીએ ઘર આંગણે સૌથી વધુ સદી ફટકારવાના સચàª
વિરાટ કોહલીએ ફટકારી કરિયરની 45મી સદી  સચિનના આ રેકોર્ડની કરી બરાબરી
ભારત અને શ્રીલંકા વચ્ચે ગુવાહાટીમાં પ્રથમ વન ડે રમાઈ રહી છે. મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું. ભારતે 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 373 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 87 બોલમાં 113 રનની ઈનિંગ રમી હતી. રોહિત શર્માએ 67 બોલમાં 83 અને શુબમન ગિલે 70 રન બનાવ્યા હતા.
Advertisement

વિરાટે રચ્યો ઈતિહાસ
વિરાટ કોહલીના કરિયરની આ 45મી સદી હતી. આ સાથે કોહલીએ ઘર આંગણે સૌથી વધુ સદી ફટકારવાના સચિનના રેકોર્ડની બરાબરી કરી છે.

ઘર આંગણે સૌથી વધુ સદી મારનારા ખેલાડી
  • 20 સદી: વિરાટ કોહલી, ભારત, 99 ઈનિંગ
  • 20 સદી:  સચિન તેંડુલકર. ભારત, 160 ઈનિંગ
  • 14 સદી:  હાશિમ અમલા, સાઉથ આફ્રિકા, 69 ઈનિંગ
  • 14 સદી:  રિકિ પોન્ટિંગ, ઓસ્ટ્રેલિયા, 151ઈનિંગ
  • હરીફ ટીમ સામે સૌથી વધુ સદી મારનારા ભારતીય ખેલાડી

  • 9 સદી- વિરાટ કોહલી Vs વેસ્ટ ઈન્ડિઝ
  • 9 સદી- વિરાટ કોહલી Vs શ્રીલંકા
  • 9 સદી- સચિન તેંડુલકર Vs ઓસ્ટ્રેલિયા
  • 8 સદી- રોહિત શર્મા Vs ઓસ્ટ્રેલિયા
  • 8 સદી- વિરાટ કોહલી Vs ઓસ્ટ્રેલિયા
  • 8 સદી- સચિન તેંડુલકર Vs શ્રીલંકા

રોહિતે 27મી વખત વન ડેમાં 100 કે તેથી વધુ રનની કરી ભાગીદારી
ભારતના ઓપનર રોહિત શર્મા (67 બોલમાં 83 રન) અને શુબમન ગિલ (60 બોલમાં 70 રન)એ 19.4 ઓવરમાં 143 રનની પાર્ટનરશિપ કરીને મજબૂત શરૂઆત અપાવી. આ સાથે રોહિત શર્માએ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. રોહિત શર્માએ વન ડેમાં 27મી વખત 100 કે તેથી વધુ રનની ભાગીદારી કરી છે. રોહિતે ધવન સાતે 18 વખત, કેએલ રાહુલ સાથે 5 વખત, અજિંક્ય રહાણે સાથે ત્રણ વખત અને ગિલ સાથે પ્રથ વખત આ કારનામું કર્યુ છે.
આજની મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, શુબમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.