Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિરાટ કોહલીને બાંગ્લાદેશના પ્લેયર સાથે થઈ માથાકૂટ, શાકિબે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો, જુઓ Video

બાંગ્લાદેશના મીરપુરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચ હવે રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. બાંગ્લાદેશે ભારતને જીતવા માટે 145 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ ટીમ ઈન્ડિયાનો બીજી ઈનિંગમાં નબળો દેખાવ જોવા મળ્યો હતો. ભારતીય ટીમે 50 રનના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ભારતને હવે જીતવા માટે 100 રનની જરૂર છે, જ્યારે માત્ર 6 વિકેટ બચી છે.મેદાનમાં વિવાદત્રીજો દિવસે વિરાટ àª
12:11 PM Dec 24, 2022 IST | Vipul Pandya
બાંગ્લાદેશના મીરપુરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચ હવે રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. બાંગ્લાદેશે ભારતને જીતવા માટે 145 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ ટીમ ઈન્ડિયાનો બીજી ઈનિંગમાં નબળો દેખાવ જોવા મળ્યો હતો. ભારતીય ટીમે 50 રનના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ભારતને હવે જીતવા માટે 100 રનની જરૂર છે, જ્યારે માત્ર 6 વિકેટ બચી છે.
મેદાનમાં વિવાદ
ત્રીજો દિવસે વિરાટ કોહલી આઉટ થયો બાદમાં મેદાનમાં એક વિવાદ પણ થયો. વિરાટ કોહલી આઉટ થયા બાદ બાંગ્લાદેશના પ્લેયર સાથે માથાકૂટ થઈ અને માહૌલ ગરમી પકડે તે પહેલા જ શાકિબ ઉલ હસને વચ્ચે પડી મામલો થાળે પાડ્યો.
વિરાટ કોહલી કેચ આઉટ થયાં ત્યારે બાંગ્લાદેશના ખેલાડી સાથે કંઈક માથાકૂટ થઈ અને ત્યારે કોહલી મેદાનમાં અટકી ગયો અને બાંગ્લાદેશના ખેલાડી સાથે ગરમાગરમી થઈ આ વચ્ચે બાંગ્લાદેશના કપ્તાન શાકિબ ઉલ હસન વિરાટ કોહલી પાસે પહોંચી તેમની સાથે વાત કરી બંને અમ્પાયોરોની ઉપસ્થિતિમાં ચર્ચા થઈ અને બાદમાં મામલો થાળે પડ્યો હતો.
આ પણ વાંચો - ગુજરાતની ટીમમાં આવી ગયો આ સ્ટાર ખેલાડી, દુનિયાની મોટી ટૂર્નામેન્ટમાં કર્યો છે કમાલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
2ndTestBangladeshCriecketGujaratFirstIndiaINDvsBANSportsNewsViratKohliViratKohliFight
Next Article