Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિરાટ કોહલી બન્યા ઈન્સ્ટાગ્રામના કિંગ, બનાવી બેવડી સદી

છેલ્લા ઘણ સમયથી વિરાટ કોહલીનું બેટ શાંત છે. રન મશીન ગણાતા વિરાટ આજે એક-એક રન માટે સંઘર્ષ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં એક સમાચાર સામે આવ્યા છે, જે મુજબ વિરાટ કોહલીએ બેવડી સદી ફટકારી છે. તમે વિચારતા હશો કે ટીમ ઈન્ડિયા છેલ્લા ઘણા દિવસોથી વનડે કે ટેસ્ટ મેચ રમી નથી તો કોહલીએ કેવી રીતે બેવડી સદી ફટકારી? જેનો જવાબમાં તમને આગળ મળશે.ટીમ ઈન્ડિયાના સૌથી ફિટ અને રન મશીન ગણાતા વિરાટ કોહલી ભલે તેના
વિરાટ કોહલી બન્યા ઈન્સ્ટાગ્રામના કિંગ  બનાવી બેવડી સદી
છેલ્લા ઘણ સમયથી વિરાટ કોહલીનું બેટ શાંત છે. રન મશીન ગણાતા વિરાટ આજે એક-એક રન માટે સંઘર્ષ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં એક સમાચાર સામે આવ્યા છે, જે મુજબ વિરાટ કોહલીએ બેવડી સદી ફટકારી છે. તમે વિચારતા હશો કે ટીમ ઈન્ડિયા છેલ્લા ઘણા દિવસોથી વનડે કે ટેસ્ટ મેચ રમી નથી તો કોહલીએ કેવી રીતે બેવડી સદી ફટકારી? જેનો જવાબમાં તમને આગળ મળશે.
ટીમ ઈન્ડિયાના સૌથી ફિટ અને રન મશીન ગણાતા વિરાટ કોહલી ભલે તેના બેટથી કોઇ ખાસ પ્રદર્શન કરી શક્યા નહોય પરંતુ તેણે ઈન્સ્ટાગ્રામમાં ફોલોઅર્સમાં વધારો કર્યો છે. જીહા, વિરાટ કોહલી ભારતમાં સૌથી વધુ ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ધરાવનાર શખ્સ છે અને હવે તેના નામે વધુ એક સિદ્ધિ નોંધાઇ છે. કોહલી ઈન્સ્ટાગ્રામ પર 200 મિલિયન ફોલોઅર્સ ધરાવતો એકમાત્ર ક્રિકેટર બન્યો છે. મહત્વનું છે કે, વિરાટ કોહલી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં પ્રથમ શખ્સ બની ગયો છે, જેના 200 મિલિયન ફોલોઅર્સ છે. આ આંકડાને સ્પર્શ કર્યા બાદ તેણે ચાહકોનો આભાર પણ માન્યો હતો. વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સની બાબતમાં દુનિયાનો ત્રીજો ખેલાડી બની ગયો છે. કોહલીથી આગળ વિશ્વના મહાન ફૂટબોલરો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી છે. આ મામલે રોનાલ્ડો નંબર વન છે. રોનાલ્ડોના ઈન્સ્ટાગ્રામ પર કુલ 451 મિલિયન ફોલોઅર્સ છે જ્યારે મેસ્સીના 334 મિલિયન ફોલોઅર્સ છે.

વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના 200 મિલિયન ફોલોઅર્સની ઉજવણી ખાસ રીતે કરી છે. તેણે એક વિડીયો શેર કર્યો છે અને આ ખાસ મુકામ સુધી પહોંચવા માટે તેના ચાહકોનો આભાર માન્યો છે. કોહલીએ શેર કરેલા વિડીયોમાં કોહલીએ તેની કેટલીક ખાસ પળોના ફોટાનું કોલાજ બનાવ્યું છે. જેમાં તેણે પત્ની અનુષ્કા શર્મા સાથેની પોતાની તસવીરને પણ સ્થાન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન કોહલી ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી કમાણીના મામલે 19માં સ્થાને છે. તે ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર ઈન્સ્ટાગ્રામ સેલિબ્રિટી છે. વિરાટ કોહલી પેઇડ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે $6,80,000 ચાર્જ કરે છે.

Advertisement
Tags :
Advertisement

.