Virat Kohli અને Cristiano Ronaldo ના Instagram મા ઘટ્યા ફોલોઅર્સ, જાણો શું છે કારણ
દુનિયાના બે મહાન ખેલાડી એક ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli) અને બીજા ફુટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) ને ઈન્સ્ટાગ્રામ (Instagram) પર બગના કારણે મોટું નુકસાન થયું છે. તેમના લાખો ફોલોઅર્સ (Followers) ઘટી ગયા છે. 31 ઓક્ટોબરના રોજ બગના કારણે ઇન્સ્ટાગ્રામ યુઝર્સને મુશ્કેલી પડી હતી. તે તેમના એકાઉન્ટને ઍક્સેસ કરી શક્યા ન હોતા અને તેના ફોલોઅર્સ ઘટી ગયા હતા. જોકે, આ ભૂલ હવે ઠીક કરવામાં આવી છે.લાખો ફ
દુનિયાના બે મહાન ખેલાડી એક ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli) અને બીજા ફુટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) ને ઈન્સ્ટાગ્રામ (Instagram) પર બગના કારણે મોટું નુકસાન થયું છે. તેમના લાખો ફોલોઅર્સ (Followers) ઘટી ગયા છે. 31 ઓક્ટોબરના રોજ બગના કારણે ઇન્સ્ટાગ્રામ યુઝર્સને મુશ્કેલી પડી હતી. તે તેમના એકાઉન્ટને ઍક્સેસ કરી શક્યા ન હોતા અને તેના ફોલોઅર્સ ઘટી ગયા હતા. જોકે, આ ભૂલ હવે ઠીક કરવામાં આવી છે.
લાખો ફોલોઅર્સ ઘટ્યા
ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) અને દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) ના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ (Instagram Followers) માં ઘટાડો થયો છે. વળી, સોશિયલ મીડિયા (Social Media) એપ ઇન્સ્ટાગ્રામમાં ટેકનિકલ ખામીને કારણે આ બંનેના લાખો ફોલોઅર્સ ઘટી ગયા હતા. આ સિવાય આ ટેકનિકલ ખામીના કારણે ઘણા લોકો તેમના એકાઉન્ટને યોગ્ય રીતે જોઈ શક્યા ન હતા. સાથે જ યુઝર્સને પોસ્ટ અને મેસેજ જોવામાં પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જોકે ઇન્સ્ટાગ્રામે હવે આ સમસ્યાને ઠીક કરી દીધી છે, પરંતુ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને વિરાટ કોહલીને તેમના ફોલોઅર્સ પાછા મળ્યા નથી.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 3 મિલિયન ફોલોઅર્સ ગુમાવ્યા
મહત્વનું છે કે, ફૂટબોલ જગતના સર્વશ્રેષ્ઠ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ છે, પરંતુ ટેક્નિકલ ખામીના કારણે તેને લગભગ 3 મિલિયન ફોલોઅર્સ ગુમાવવા પડ્યા હતા. રોનાલ્ડોના ઇન્સ્ટાગ્રામ પર 493 મિલિયન ફોલોઅર્સ છે. વળી, જો આપણે પૂર્વ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની વાત કરીએ, તો તેને 221 કરોડ લોકો ફોલો કરે છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતી ભારતીય વ્યક્તિત્વ છે. દરમિયાન, ઇન્સ્ટાગ્રામે ટ્વીટ કર્યું કે તકનીકી સમસ્યા ઉકેલાઈ ગઈ છે.
Instagram એ માફી માંગી
ઇન્સ્ટાગ્રામે ટ્વીટ કરીને લખ્યું છે કે અમને આ સમસ્યાનો ઉકેલ મળી ગયો છે. તેમણે આગળ લખ્યું કે આના કારણે વિશ્વના વિવિધ ભાગોમાં લોકોને તેમના એકાઉન્ટ જોવામાં સમસ્યાનો સામનો કરવો પડ્યો, સાથે જ ઘણા લોકોના ફોલોઅર્સમાં ઘટાડો થયો, અમે આ માટે માફી માંગીએ છીએ. જોકે, ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાએ સ્પષ્ટ કર્યું નથી કે ટેકનિકલ ખામીનું કારણ શું છે. વાસ્તવમાં, ઓક્ટોબર મહિનામાં આ બીજી વખત હતું જ્યારે મેટાની કોઈ કંપનીને મોટી ટેકનિકલ સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય. આ પહેલા વોટ્સએપ યુઝર્સને ટેક્નિકલ ખામીનો સામનો કરવો પડ્યો હતો.
Advertisement