Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ વન-ડેમાંથી વિરાટની થઇ શકે છે બાદબાકી

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ મેચની T20I સીરીઝમાં શાનદાર જીત મેળવી ટીમ ઈન્ડિયા હવે ત્રણ વન-ડે મેચ રમવાની છે. ત્રણ T20 મેચમાં વિરાટ કોહલીનું પ્રદર્શન બહુ જ ખરાબ રહ્યું હતું. તેને એક-એક રન કરવામાં મુશ્કેલી પડી રહી હતી. ખરાબ પ્રદર્શનના કારણે ઈંગ્લેન્ડ વિરુદ્ધની વન-ડે સીરીઝમાંથી વિરાટનું પત્તુ કપાય તેવી સંભાલવનાઓ વર્તાઇ રહી છે. મહત્વનું છે કે, આઉટ ઓફ ફોર્મ બેટ્સમેન વિરાટ કોહલીને ત્રીજી T20I દરમિ
ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ વન ડેમાંથી વિરાટની થઇ શકે છે બાદબાકી
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ મેચની T20I સીરીઝમાં શાનદાર જીત મેળવી ટીમ ઈન્ડિયા હવે ત્રણ વન-ડે મેચ રમવાની છે. ત્રણ T20 મેચમાં વિરાટ કોહલીનું પ્રદર્શન બહુ જ ખરાબ રહ્યું હતું. તેને એક-એક રન કરવામાં મુશ્કેલી પડી રહી હતી. ખરાબ પ્રદર્શનના કારણે ઈંગ્લેન્ડ વિરુદ્ધની વન-ડે સીરીઝમાંથી વિરાટનું પત્તુ કપાય તેવી સંભાલવનાઓ વર્તાઇ રહી છે. 
મહત્વનું છે કે, આઉટ ઓફ ફોર્મ બેટ્સમેન વિરાટ કોહલીને ત્રીજી T20I દરમિયાન ઈજા થઈ હતી, જેના કારણે મંગળવારે ઓવલ ખાતે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ODIમાં તેના રમવા પર શંકા બની ગઈ છે. કોહલીની ઈજાની વિગતો વિસ્તારથી જાણી શકાયું નથી પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટ તેને પ્રથમ મેચમાં વિરામ આપી શકે છે જેથી કરીને તે અનુક્રમે 14 જુલાઈ અને 17 જુલાઈએ રમાનારી આગામી બે મેચો માટે ઉપલબ્ધ રહી શકે. જાણવા મળ્યું છે કે, કોહલી ટીમ બસમાં નોટિંગહામથી લંડન આવ્યો નથી. તેની પાછળ મેડિકલ ચેકઅપ એક કારણ હોઈ શકે છે. સોમવારે, ફક્ત ODI ટીમ માટે પસંદ કરાયેલા ખેલાડીઓ, શિખર ધવન, શાર્દુલ ઠાકુર અને પ્રસિદ્ધ કૃષ્ણાએ વૈકલ્પિક પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. 
Advertisement

BCCIના એક સૂત્રએ કહ્યું, “વિરાટને છેલ્લી મેચ દરમિયાન ઈજા થઈ હતી. હજુ સુધી એ જાણી શકાયું નથી કે આવું બેટિંગ દરમિયાન થયું હતું કે ફિલ્ડિંગ દરમિયાન. ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી તેની ક્રિકેટ કારકિર્દીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવ સહિત અન્ય ઘણા ક્રિકેટરોએ ખરાબ ફોર્મને કારણે ટીમમાં તેના સ્થાન પર સવાલ ઉઠાવ્યા છે. કોહલી લગભગ પાંચ મહિના પછી T20 સીરીઝ રમવા માટે બહાર આવ્યો હતો, જ્યાં તેણે ઈંગ્લેન્ડ સામેની બે મેચમાં કુલ 12 રન બનાવ્યા હતા.
Tags :
Advertisement

.