Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિપુલ ચૌધરીનું 800 કરોડનું કૌભાંડ, પત્ની-પુત્ર અને CA સામે પણ ACB માં ફરિયાદ નોંધાઇ

મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી, તેમના પુત્ર પવન ચૌધરી,પત્ની ગીતા ચૌધરી અને CA શૈલેષ વિરુદ્ધ મહેસાણા ACB પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. પોતાના કાર્યકાળ દરમિયાન વિપુલ ચૌધરીએ 800 કરોડનું કૌભાંડ કર્યું છે. આ કૌભાંડ મામલે ગત મોડી રાતે વિપુલ ચૌધરી અને તેમના CA ની ACB એ ધરપકડ કરી છે.આ મામલે વધુ વિગોતો આજે ACB જોઈન્ટ ડાયરેકટર મકરંદ ચૌહાણે મિડીયાને આપી હતી.
વિપુલ ચૌધરીનું 800 કરોડનું કૌભાંડ  પત્ની પુત્ર અને ca સામે પણ acb માં ફરિયાદ નોંધાઇ
મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી, તેમના પુત્ર પવન ચૌધરી,પત્ની ગીતા ચૌધરી અને CA શૈલેષ વિરુદ્ધ મહેસાણા ACB પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. પોતાના કાર્યકાળ દરમિયાન વિપુલ ચૌધરીએ 800 કરોડનું કૌભાંડ કર્યું છે. આ કૌભાંડ મામલે ગત મોડી રાતે વિપુલ ચૌધરી અને તેમના CA ની ACB એ ધરપકડ કરી છે.આ મામલે વધુ વિગોતો આજે ACB જોઈન્ટ ડાયરેકટર મકરંદ ચૌહાણે મિડીયાને આપી હતી.  


શા માટે વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી 
 -વિપુલ ચૌધરીએ દૂધસાગર ડેરીના ચેરમેન પદે રહી 800 કરોડનો ભ્રષ્ટાચાર આચાર્યો
- 2005 થી 2016 દરમ્યાન હતાં ત્યારે મિલ્ક કુલર ખરીદી કરી 
-  ટેન્ડર પક્રિયા કર્યા વગર  485 કરોડના બાંધકામ કરાવ્યાં 
- કાનૂની લડત લડવા માટે ખર્ચ પણ ડેરીમાં ગણવ્યાં
- પ્રચાર પસાર માટે નિયમ મુજબ કામ સોંપવાની હતી તેને નહિ સોંપી મનમાની ચલાવી 
- કૌભાંડમાં 31 બેનામી કંપનીઓ રજીસ્ટર કરાવી 
વિપુલ ચૌધરીએ અલગ અલગ 800 કરોડથી વધુના કૌભાંડ કર્યા
ACB ના જોઈન્ટ ડાયરેકટર મકરંદ ચૌહાણે જણાવ્યું હતું કે વિપુલ ચૌધરીનો કાર્યકાળ 2005 થી 2016 સુધીનો રહ્યો હતો. આ કાર્યકાળ દરમિયાન વિપુલ ચૌધરીએ અલગ અલગ 800 કરોડથી વધુના કૌભાંડ કર્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન મિલ્ક કુલરની ખરીદી કરી હતી તેમ સરકારની ગાઈડલાઇન ટેન્ડરનો ઉલ્લંઘન કરીને ખરીદીમાં ગેરરીતિ કરી હતી. સાથે જ 485 કરોડના બાંધકામ કરાવ્યા હતા જે બાંધકામ માટે પણ SOPનું પાલન કર્યું નહોતું અને ગેરીરીતિ કરી હતી. ડેપ્યુટી સેક્રેટરી વિરુદ્ધ રિવિઝન અરજી કરી હતી જે માટે વકીલનો ખર્ચ પણ દૂધ ઉત્પાદન સંઘમાં ઉમેર્યો હતો.
બારદાન ખરીદી માટે ઓછા ભાવની એજન્સી હોવા છતાં વધારે ભાવ ખરીદી કરી
બારદાન ખરીદી માટે ઓછા ભાવની એજન્સી હોવા છતાં વધારે ભાવ ખરીદી કરી 13 લાખની ગેરીરીતિ કરી હતી. પ્રચાર પ્રસાર માટે જે એજન્સીને કામગીરી સોંપવાની હોય તેની જગ્યાએ ઊંચા ભાવની એજન્સીને કામ સોંપીને ગેરીરીતિ કરી હતી. આ ઉપરાંત કૌભાંડથી ભેગા કરેલા રકમ માટે 31 બેનામી કંપની ઉભી કરી હતી. આ 31 કંપની ખોટા ડોક્યુમેન્ટના આધારે રજીસ્ટર્ડ કરાવી હતી. આ કંપનીમાં તેમના પત્ની અને પુત્ર પણ ડાયરેકટર હતા.
 
જિલ્લા રજિસ્ટ્રારે હાઇકોર્ટનો હુકમ મેળવ્યો હતો

આ સમગ્ર મામલે જિલ્લા રજિસ્ટ્રારે હાઇકોર્ટનો હુકમ મેળવ્યો હતો જે બાદ 2 ટીમ બનાવી તપાસ કરી હતી. આ તપાસમાં બંને ટીમે 14-14 મુદ્દા નોંધ્યા હતા. આ 14 મુદ્દા ચોકસી અધિકારીને સોંપ્યા હતા. ચોકસી અધિકારીને 10 મુદ્દાની તપાસતા હકીકતમાં ગેરીરીતિ હોવાની સામે આવ્યું હતું. જેથી આરોપીની ધરપડક કરીને આ સમગ્ર મામલે હાલ ACB દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement

Tags :
Advertisement

.