ઝંડો-લાઉડસ્પીકર લગાવવા પર શરૂ થઇ હિંસક અથડામણ, ઈન્ટરનેટ સેવા કરાઇ બંધ
જોધપુરમાં ઈદ અને અક્ષય તૃતીયા પહેલા અસામાજિક તત્વો વચ્ચે હિંસક અથડામણ શરૂ થઈ હતી. મળી રહેલી માહિતી અનુસાર, જલોરી ગેટ ચોકડી પર ધ્વજને હટાવીને તેની જગ્યાએ બીજો ધ્વજ લગાવવાને લઈને વિવાદ શરૂ થયો હતો. આ દરમિયાન ભારે પથ્થરમારો પણ થયો હતો, ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા.દેશમાં છેલ્લા ઘણા વર્ષોથી પરિસ્થિતિ ખૂબ જ ખરા
Advertisement
જોધપુરમાં ઈદ અને અક્ષય તૃતીયા પહેલા અસામાજિક તત્વો વચ્ચે હિંસક અથડામણ શરૂ થઈ હતી. મળી રહેલી માહિતી અનુસાર, જલોરી ગેટ ચોકડી પર ધ્વજને હટાવીને તેની જગ્યાએ બીજો ધ્વજ લગાવવાને લઈને વિવાદ શરૂ થયો હતો. આ દરમિયાન ભારે પથ્થરમારો પણ થયો હતો, ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા.
દેશમાં છેલ્લા ઘણા વર્ષોથી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઇ છે. ઘણા કહે છે કે આ તમામ ઘટના પાછળ પોલિટિકલ પાવર જવાબદાર છે, તો ઘણા કહે છે કે અમારો ધર્મ ખતરામાં છે. જોકે, કોણ કેટલું ખતરામાં છે તે સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે. જીહા, અહીં આપણો દેશ સાંપ્રદાયિક હિંસાના કારણે ખતરામાં દેખાઇ રહ્યો છે. સમયાંતરે બે સમુદાયના લોકો એકબીજા સામે આવી જાય છે. તાજેતરમાં આવી જ એક ઘટના જોધપુરમાં જોવા મળી હતી. જ્યા એક સામાન્ય બાબતે ભારે હિંસક સ્વરૂપ લઇ લીધું હતું. ઈસ્લામિક તહેવાર ઈદ-ઉલ-ફિતર પહેલા રાજસ્થાનના જોધપુરમાં હિંસા ફાટી નીકળી હતી. અહીંના જાલોરી ગેટ ચોક પર બે સમુદાયો વચ્ચે અથડામણ થતાં હોબાળો થયો હતો. માહિતી મળતા પોલીસ પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો. અશાંતિને ડામવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ દરમિયાન ઘટનાને કવર કરી રહેલા પત્રકારોને પણ પોલીસે માર માર્યો હતો. તેમને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
મળી રહેલી માહિતી અનુસાર, પથ્થરમારામાં પોલીસકર્મીઓ સહિત ઘણા લોકો ઘાયલ પણ થયા છે. સમગ્ર શહેરમાં વાતાવરણ તંગ બન્યું હતું, જેને જોતા વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વળી, તંગ વાતાવરણને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે સાવચેતીના પગલા તરીકે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સ્વતંત્રતા સેનાનીની પ્રતિમા પર ઇસ્લામિક ધ્વજ લહેરાવવાના મુદ્દે બે જૂથો વચ્ચે ઝઘડો શરૂ થયો હતો, જે પથ્થરમારા સુધી પહોંચી ગયો હતો. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે.
Advertisement
દિવંગત સ્વાતંત્ર્ય સેનાની બાલમુકુંદ બિસ્સાના સંબંધીઓ અને અન્યોએ લઘુમતી સમુદાયના લોકોને ઇસ્લામિક ધ્વજ નીચો કરવા કહ્યું, જે તેમણે કરવાનો ઇનકાર કર્યો અને તેના કારણે બંને સમુદાયો વચ્ચે હિંસા થઈ હોવાનું સામે આવી રહ્યું છે. જોધપુરમાં ઈદ-ઉલ-ફિતરના આગલા દિવસે થયેલી અથડામણને પગલે જિલ્લા પ્રશાસને શહેરમાં ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી છે.
હાલ સમગ્ર શહેરમાં વાતાવરણ તંગ છે. પોલીસે તહેવારને સાંપ્રદાયિક સૌહાર્દ સાથે ઉજવવા અપીલ કરી છે. આ દરમિયાન અહીં ઈન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. અથડામણ ક્યાંથી શરૂ થઈ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આમાં કોનો હાથ છે? પોલીસનું કહેવું છે કે તહેવાર નિમિત્તે વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
Advertisement