Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કર્ણાટકમાં હડકંપ, એક સાથે કોંગ્રેસના 36 નેતાઓ સામે કેસ દાખલ, જાણો કેમ ?

કર્ણાટકમાં પૂર્વ સીએમ સિદ્ધારમૈયા, ડીકે શિવકુમાર, રણદીપ સિંહ સુરજેવાલા સહિત કોંગ્રેસના 36 નેતાઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ નેતાઓ વિરુદ્ધ આઈપીસીની વિવિધ કલમ હેઠળ હાઈ ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ તમામ પર મુખ્યમંત્રી આવાસ ખાતે ગેરકાયદેસર રીતે વિરોધ પ્રદર્શન કરવાનો આરોપ છે. કર્ણાટકમાં એક કોન્ટ્રાક્ટરની આત્મહત્યાને લઈને ઉભો થયેલો વિવાદ વધુ ઘેરો બની àª
કર્ણાટકમાં હડકંપ  એક સાથે કોંગ્રેસના 36 નેતાઓ સામે કેસ દાખલ 
જાણો કેમ

કર્ણાટકમાં
પૂર્વ સીએમ સિદ્ધારમૈયા
, ડીકે
શિવકુમાર
, રણદીપ સિંહ સુરજેવાલા સહિત કોંગ્રેસના
36 નેતાઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ
નેતાઓ વિરુદ્ધ આઈપીસીની
વિવિધ કલમ હેઠળ
હાઈ ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ તમામ પર મુખ્યમંત્રી આવાસ
ખાતે ગેરકાયદેસર રીતે વિરોધ પ્રદર્શન કરવાનો આરોપ છે.

Advertisement


કર્ણાટકમાં
એક કોન્ટ્રાક્ટરની આત્મહત્યાને લઈને ઉભો થયેલો વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. આ
મામલે મંત્રી ઇશ્વરપ્પાનું નામ સામે આવ્યા બાદથી કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં
આવી રહ્યો છે. કોંગ્રેસના નેતાઓએ ગયા અઠવાડિયે ઈશ્વરપ્પાની ધરપકડની માંગને લઈને
વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ નેતાઓ સીએમ આવાસ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમને
કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. હકીકતમાં ઈશ્વરપ્પા પર કોન્ટ્રાક્ટર સંતોષ પાટીલને
આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે. પોલીસે ઈશ્વરપ્પા અને તેમના બે સહયોગીઓ
વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

Advertisement


કોન્ટ્રાક્ટરે
આત્મહત્યા કરતા પહેલા મંત્રી ઇશ્વરપ્પા પર કથિત રીતે ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા
હતા. તેમણે કહ્યું હતું કે
40 ટકા લાંચ
માંગવામાં આવી રહી છે. મંગળવારે ઉડુપીની એક લોજમાંથી સંતોષ પાટીલનો મૃતદેહ મળી
આવ્યો હતો. તેમણે પોતાના મૃત્યુ માટે ઈશ્વરપ્પાને જવાબદાર ગણાવ્યા હતા. ત્યાર
બાદથી વિરોધ પક્ષ ઇશ્વરપ્પાના રાજીનામાની માંગ કરી રહ્યો છે.

Advertisement

Tags :
Advertisement

.