મહિંદા રાજપક્ષેના રાજીનામા બાદ શ્રીલંકા સળગ્યું, દેશ આખામાં કર્ફ્યુ લાગુ, હિંસામાં એક સાસંદનું મોત
ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં હિંસા ફાટી નીકળી છે. આવી પરિસ્થિતિમાં વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેના રાજીનામાએ આગમાં ઘી નાંખવાનું કામ કર્યું છે. રાજપક્ષેએ રાજીનામું આપતાની સાથે જ દેશભરમાં હિંસા ફાટી નિકળી છે. આવી જ એક હિંસક અથડામણમાં શાસક પક્ષના એક સાંસદનું પણ મોત થયું છે અને 78 કરતા પણ વધારે લોકો ઘાયલ થયા છે. સરકાર સમર્થક જૂથોએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના કા
02:20 PM May 09, 2022 IST
|
Vipul Pandya
ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં હિંસા ફાટી નીકળી છે. આવી પરિસ્થિતિમાં વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેના રાજીનામાએ આગમાં ઘી નાંખવાનું કામ કર્યું છે. રાજપક્ષેએ રાજીનામું આપતાની સાથે જ દેશભરમાં હિંસા ફાટી નિકળી છે. આવી જ એક હિંસક અથડામણમાં શાસક પક્ષના એક સાંસદનું પણ મોત થયું છે અને 78 કરતા પણ વધારે લોકો ઘાયલ થયા છે. સરકાર સમર્થક જૂથોએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના કાર્યાલયની બહાર પ્રદર્શનકારીઓ પર હુમલો કર્યા બાદ કોલંબોમાં સેનાના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. હિંસાનો ભોગ બનેલા ઘણા લોકો હોસ્પિટલમાં દાખલ છે.
મહિન્દા રાજપક્ષેનું રાજીનામું
શ્રીલંકન વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે, તેવા અહેવાલો બાદ હિંસા ફાચી નિકળી હતી. મહિન્દા રાજપક્ષેના નાના ભાઇ અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેની આગવાની હેઠળની સર્કાર પર દેશના આર્થિક સંકટનો સામનો કરવા માટે વચચગાળાની સરકાર રચવાનો દબાવ છે. જેથી મહિન્દા રાજપક્ષેએ રાજીનામું આપ્યું છે. ત્યારબાદ દેશમાં હિંસા વધારે ભડકી ઉઠી. જેને કાબૂમાં લેવા માટે આખા શ્રીલંકામાં આગામી સૂચના સુધી તાત્કાલિક અસરથી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ માટે સેનાના જેવાનોને તહેનાત કરાયા છે.
સૌથી ગંભીર આર્થિક સંકટ
શ્રીલંકા 1948માં બ્રિટનથી આઝાદ થયા પછી અત્યાર સુધીના સૌથી ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. કટોકટી મુખ્યત્વે વિદેશી હૂંડિયામણની અછતને કારણે ઊભી થઈ હતી. જેનો સીધો અર્થ એ થાય છે કે દેશ મુખ્ય ખાદ્ય ચીજો અને ઇંધણની આયાત માટેની કિંમતની ચૂકવણી કરવામાં અસમર્થ છે. 9 એપ્રિલથી સમગ્ર શ્રીલંકામાં હજારો પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. દેશમાં જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને છે.
Next Article