Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દુમકામાં ફરી હિંસા, લગ્ન કરવાનો ઇનકાર કરતાં યુવતીને પેટ્રોલ નાખી જીવતી સળગાવી

ઝારખંડના દુમકામાં ફરી એકવાર એકતરફી પ્રેમમાં છોકરીને જીવતી સળગાવી દેવાનો મામલો સામે આવ્યો છે. વાસ્તવમાં મારુતિ કુમારી નામની યુવતીને તેના પરિણીત પ્રેમી રાજેશ રાઉતે ગઈકાલે રાત્રે જારમુન્ડી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ભાલકી પંચાયતના ભરતપુર ગામમાં પેટ્રોલ નાખીને સળગાવી દીધી હતી. હાલમાં રિમ્સમાં સારવાર દરમિયાન યુવતીનું મોત થયું હતું.યુવતીને ભરતપુર ગામમાં પેટ્રોલ નાખીને જીવત
દુમકામાં ફરી હિંસા  લગ્ન કરવાનો ઇનકાર કરતાં યુવતીને પેટ્રોલ નાખી જીવતી સળગાવી
ઝારખંડના દુમકામાં ફરી એકવાર એકતરફી પ્રેમમાં છોકરીને જીવતી સળગાવી દેવાનો મામલો સામે આવ્યો છે. વાસ્તવમાં મારુતિ કુમારી નામની યુવતીને તેના પરિણીત પ્રેમી રાજેશ રાઉતે ગઈકાલે રાત્રે જારમુન્ડી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ભાલકી પંચાયતના ભરતપુર ગામમાં પેટ્રોલ નાખીને સળગાવી દીધી હતી. હાલમાં રિમ્સમાં સારવાર દરમિયાન યુવતીનું મોત થયું હતું.

યુવતીને ભરતપુર ગામમાં પેટ્રોલ નાખીને જીવતી સળગાવી
ઝારખંડના દુમકામાં ફરી એકવાર પ્રેમના નામે ખૂની ખેલ સર્જાયો છે. જેમાં યુવતીને જીવતી સળગાવી દેવાનો મામલો સામે આવ્યો છે. વાસ્તવમાં મારુતિ કુમારી નામની યુવતીને તેના પરિણીત પ્રેમી રાજેશ રાઉતે ગઈકાલે રાત્રે જારમુન્ડી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ભાલકી પંચાયતના ભરતપુર ગામમાં પેટ્રોલ નાખીને જીવતી સળગાવી દીધી હતી. યુવતીને ગંભીર હાલતમાં દુમકાથી રાંચીના રિમ્સમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પાગલ પ્રેમીએ મારુતિને પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી.

કેવી રીતે બની ઘટના?
આ હૃદયદ્રાવક ઘટના દુમકાના જારમુન્ડી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં ગુરુવારે રાત્રે ભરતપુર ટોલા ગામમાં રહેતા લોકો નિંદ્રામાં હતા. તે સમયે રાત્રીના 11 થી વધુ વાગ્યા હતા. એટલામાં એક ઘરના દરવાજે ટકોરા પડ્યા. આ મારુતિ નામની છોકરીના દાદા-દાદીનું ઘર હતું. મારુતિએ દરવાજો ખોલતાની સાથે જ રાજેશ રાઉત નામના વ્યક્તિએ તેના પર પેટ્રોલ છાંટી દીધું. તે હજુ કંઇ સમજે તે પહેલા જ તે વ્યક્તિએ મારુતિને આગ ચાંપી દીધી અને ત્યાંથી ભાગી ગયો.  જ્વનલશીલ પેટ્રોલમાં ઝડપથી આગ લાગી ગઇ. મારુતિ આગમાં લપેટાઈ ગઈ. તે મદદ માટે ચીસો પાડવા લાગી. ચીસો સાંભળીને તેની દાદી જાગી ગઈ અને તેને બચાવવાનો પ્રયાસ કરવા લાગી. પરંતુ ત્યાં સુધીમાં આગે સંપૂર્ણપણે મારુતિને લપેટમાં લઈ લીધી હતી.

ગ્રામજનોએ બંનેને ગંભીર હાલતમાં ફૂલ ઝાનો મેડિકલ કોલેજમાં સારવાર માટે દાખલ કર્યા
તેના વૃદ્ધ દાદી પણ આ આગની લપેટમાં આવી ગયા હતા. બંનેની ચીસો સાંભળીને ગામના લોકો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કોઈક રીતે આગને કાબુમાં લીધી હતી. તે જ સમયે, ગ્રામજનોએ બંનેને ગંભીર હાલતમાં ફૂલ ઝાનો મેડિકલ કોલેજમાં સારવાર માટે દાખલ કર્યા હતા. પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસ મેડિકલ કોલેજ પહોંચી અને મારુતિ સાથે વાત કરી અને તેનું અંતિમ નિવેદન નોંધ્યું.


ડોક્ટરોના જણાવ્યા અનુસાર મારુતિ 90 ટકા સુધી દાઝી
પીડિતા મારુતિએ પોલીસને નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે રાજેશ રાઉત સાથે લગ્ન કરવાની ના પાડી હતી. આનાથી ગુસ્સે થઈને  તે વ્યક્તિએ પેટ્રોલ છાંટીને તેને સળગાવી દીધી. અહીં મારુતિની ગંભીર હાલત વધુ બગડતી જતી હતી, જેને જોઈને ડોક્ટરોએ તેમને રાંચીના રિમ્સમાં રિફર કર્યા. ડોક્ટરોના જણાવ્યા અનુસાર મારુતિ 90 ટકા સુધી દાઝી ગઈ છે. તેની સારવાર ચાલુ હતી. પરંતુ થોડા કલાકો પછી તે જીવનની લડાઈ હારી ગઈ.

લગ્ન કરવાનો ઇનકાર કર્યો તો બાળી મૂકી
ઇજાગ્રસ્ત હાલતમાં યુવતીએ પોલીસને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે આરોપી સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો. જેના કારણે રોષે ભરાયેલા યુવકે પેટ્રોલ છાંટીને તેને જીવતો સળગાવી દીધો હતો. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. પરંતુ પોલીસે ભારે જહેમત બાદ આરોપીની ધરપકડ કરી છે.
Advertisement
Tags :
Advertisement

.