Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઓઢવ હત્યાકાંડનો આરોપી વિનોદ મરાઠી ઝડપાયો

અમદાવાદ શહેરમાં  ઓઢવ વિસ્તારમાં વિરાટનગરમાંથી પરિવારના 4 સભ્યોના મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે શરુ કરેલી તપાસમાં ઘરના મોભી વિનોદ મરાઠીએ જ હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. દરમિયાન અમદાવાદ ક્રાઇમ  બ્રાન્ચે 48 કલાકમાં જ આરોપી વિનોદ મરાઠીને ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી ઝડપી પાડયો હતો. આ બાબતે પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કરશે તેમ પોલીસે જણાવ્યું હતું. ગત મંગળવારે ઓઢવના વિર
ઓઢવ હત્યાકાંડનો આરોપી વિનોદ મરાઠી ઝડપાયો
Advertisement
અમદાવાદ શહેરમાં  ઓઢવ વિસ્તારમાં વિરાટનગરમાંથી પરિવારના 4 સભ્યોના મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે શરુ કરેલી તપાસમાં ઘરના મોભી વિનોદ મરાઠીએ જ હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. દરમિયાન અમદાવાદ ક્રાઇમ  બ્રાન્ચે 48 કલાકમાં જ આરોપી વિનોદ મરાઠીને ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી ઝડપી પાડયો હતો. આ બાબતે પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કરશે તેમ પોલીસે જણાવ્યું હતું. 
ગત મંગળવારે ઓઢવના વિરાટનગર વિસ્તારમાં આવેલી દિવ્ય પ્રભા નામની સોસાયટીના એક મકાનની અંદરથી ચાર લોકોના મૃતદેહ મળ્યા હતા. જે ચાર લોકોના મૃતદેહ મળ્યા હતા, તેમાં વૃદ્ધા, મહિલા અને બે યુવાન પુત્ર અને પુત્રી સામેલ હતા. આ ચારેય લોકોના મૃતદેહ ઘરના અલગ અલગ રુમની અંદરથી મળ્યા હતા.   એક જ પરિવારના ચાર લોકોની હત્યા થયાનું ખુલતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળ પર આવી પહોંચ્યો હતો અને તપાસ શરુ કરી હતી. આ પરિવાર હજુ પંદર દિવસ પહેલા જ નિકોલથી આ સોસાયટીમાં રહેવા માટે આવ્યો હતો. દરમિયાન પોલીસ તપાસમાં આ પરિવારના મોભીનું નામ વિનોદ મરાઠી હોવાનું અને તેણે જ ઘર કંકાસમાં પરિવારના જ ચાર લોકોની હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ લગાવવામાં આવી રહ્યું છે. આ વિનોદ મરાઠી પણ હત્યા કર્યા બાદ ચાર દિવસથી ફરાર થયો હતો. 
દરમિયાન, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી વિનોદ મરાઠીને ઝડપી લીધો હતો. તેને પકડીને અમદાવાદ લવાઇ રહ્યો છે. તેને અમદાવાદ લવાયા બાદ ક્રાઇમ બ્રાન્ચ હત્યા વિશે સનસનીખેજ ખુલાસો કરી શકે છે. 
Tags :
Advertisement

Trending News

.

×