વિનય કુમાર સક્સેનાને દિલ્હીના નવા લેફ્ટનન્ટ ગવર્નર બનવવામાં આવ્યા
દિલ્હીના લેફ્ટનન્ટ
ગવર્નર પદેથી અનિલ બૈજલના રાજીનામા બાદ નવા એલજીનું નામ સામે આવ્યું છે. વિનય
કુમાર સક્સેનાને દિલ્હીના નવા લેફ્ટનન્ટ ગવર્નર બનાવવામાં આવ્યા છે. સોમવારે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અનિલ બૈજલનું રાજીનામું સ્વીકારી લીધું હતું અને વિનય
કુમાર સક્સેનાને દિલ્હીના નવા લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કર્યા હતા. જણાવી
દઈએ કે 18 મેના રોજ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ
બૈજલે અચાનક રાજીનામું આપી દીધું હતું. બૈજલે રાજીનામા પાછળ અંગત કારણો આપ્યા હતા.
લેફ્ટનન્ટ ગવર્નર તરીકેનો તેમનો 5 વર્ષનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2021ના રોજ પૂર્ણ થયો હતો. જોકે દિલ્હીના લેફ્ટનન્ટ
ગવર્નરનો કાર્યકાળ નિશ્ચિત નથી.
Vinai Kumar Saxena appointed new Lieutenant Governor of Delhi
Read @ANI Story | https://t.co/mojTkzyVs6
#VinaiKumarSaxena #LieutenantGovernor pic.twitter.com/ZNFuaJG6Zu— ANI Digital (@ani_digital) May 23, 2022
દિલ્હીની કેજરીવાલ
સરકાર અને પૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ વચ્ચે ઘણી બધી બાબતોને લઈને ટકરાવની
વાતો સામે આવતી હતી. બૈજલે એક વર્ષ પહેલા દિલ્હી સરકારની 1000 બસોની ખરીદી પ્રક્રિયાની તપાસ માટે ત્રણ સભ્યોની એક સમિતિની
રચના કરી હતી. ભારતીય જનતા પાર્ટી આ મામલામાં સીબીઆઈ તપાસની સતત અપીલ કરી રહી હતી.
લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા રચવામાં આવેલી પેનલમાં એક નિવૃત્ત IAS અધિકારી, તકેદારી વિભાગના
પ્રિન્સિપલ સેક્રેટરી અને દિલ્હી સરકારના ટ્રાન્સપોર્ટ કમિશનરનો સમાવેશ થાય છે. આ
મુદ્દે પણ તેમની કેજરીવાલ સરકાર સાથે ઘણી ટક્કર થઈ હતી.
આ પહેલા સ્વાસ્થ્ય
વિભાગને લગતા મામલામાં સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર વચ્ચે અણબનાવ થયો હતો. મંત્રી
સત્યેન્દ્ર જૈનને બદલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખુદ LG અનિલ બૈજલને પત્ર
લખીને સરકારી હોસ્પિટલોમાં સ્ટાફની અછતને પહોંચી વળવાની અપીલ કરી હતી.