Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જમ્મુ કાશ્મીરના અંતિમ મહારાજા હરિ સિંહના પૌત્રનું કોંગ્રેસમાંથી રાજીનામુ, જાણો કોંગ્રેસ વિશે શું કહ્યું?

જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરી પડિતો પર થયેલા અત્યાચાર બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને લઇને રાજનીતિ પ્રબળ બની છે. ભાજપ દ્વારા તેને સમર્થન આપવામાં આવ રહ્યું છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે જમ્મુ કાશ્મીરમાંથી કોંગ્રેસને વધારે એક ઝટકો લાગ્યો છે. દેશના વિભાજન સમયે જમ્મુ અને કાશ્મીર રાજ્યના મહારાજા હરિ સિંહના પૌત્ર વિક્રમાદિત્ય સિંહે
જમ્મુ કાશ્મીરના અંતિમ મહારાજા હરિ સિંહના પૌત્રનું કોંગ્રેસમાંથી રાજીનામુ  જાણો કોંગ્રેસ વિશે શું કહ્યું
જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરી પડિતો પર થયેલા અત્યાચાર બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને લઇને રાજનીતિ પ્રબળ બની છે. ભાજપ દ્વારા તેને સમર્થન આપવામાં આવ રહ્યું છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે જમ્મુ કાશ્મીરમાંથી કોંગ્રેસને વધારે એક ઝટકો લાગ્યો છે. દેશના વિભાજન સમયે જમ્મુ અને કાશ્મીર રાજ્યના મહારાજા હરિ સિંહના પૌત્ર વિક્રમાદિત્ય સિંહે મંગળવારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે મહારાજા હરિ સિંહ એ જમ્મુ કાશ્મીરના છેલ્લા રાજા હતા.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડો. કર્ણ સિંહના દીકરા
વિક્રમાદિત્ય સિંહના પિતા ડો. કર્ણ સિંહનો સમાવેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં થાય છે. વિક્રમાદિત્ય સિંહે પાર્ટીના સભ્યપદેથી પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી આપ્યું છે. આ અંગે તેમણે ટ્વિટ કરીને માહિતી પણ આપી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ માત્ર જમ્મુ કાશ્મીરમાં જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ ઉભરતા સંજોગો સાથે તાલમેલ રાખવા માટે જરૂરી સંગઠનાત્મક અને અન્ય ફેરફારો કરવામાં અસમર્થ છે.
Advertisement


કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરના લોકોની લાગણીઓ સમજવામાં નિષ્ફળ
વિક્રમાદિત્ય સિંહે ફેસબુક પર લખ્યું કે ‘હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી રાજીનામું આપું છું. જમ્મુ અને કાશ્મીરના મહત્વના મુદ્દાઓ પર રાષ્ટ્રીય હિત અંગેની મારી સ્થિતિ કોંગ્રેસ પક્ષ સાથે મેળ ખાતી નથી. પાર્ટી જમીની વાસ્તવિકતાથી અલગ થઈ ગઈ છે.’ તેમણે પોસ્ટ સાથે એક પત્ર પણ શેર કર્યો છે, જેમાં તેમણે લખ્યું છે કે ‘પ્રિય શ્રીમતી સોનિયા ગાંધીજી, હું તાત્કાલિક અસરથી કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. હું માનું છું કે કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરના લોકોની લાગણીઓ અને આકાંક્ષાઓને અનુભવવામાં અને વ્યક્ત કરવામાં અસમર્થ છે.’
રાજકિય કારકિર્દી
કોંગ્રેસમાં જોડાતા પહેલા વિક્રમાદિત્ય સિંહ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીમાં સક્રિય હતા. તેઓ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીની ટિકિટ પર જમ્મુ અને કાશ્મીર વિધાન પરિષદના સભ્ય પણ બન્યા હતા. તેમના નાના ભાઈ અજાતશત્રુ સિંહની ગણતરી રાજ્યના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓમાં થાય છે.

કાશ્મીરી પંડિતો મુદ્દે નિવેદન
ઉલ્લેખનીય કે છેલ્લા કેટલાક દિવસોથી વિક્રમાદિત્ય સિંહ કાશ્મીરી પંડિતોની હિજરત અને અન્ય મુદ્દાઓને લઈને અવાજ ઉઠાવી રહ્યા હતા. હાલમાં જ એક ટ્વિટમાં તેમણે કહ્યું હતું કે કાશ્મીરમાં જે થયું તે નરસંહારથી ઓછું નથી. તેમણે લખ્યું છે કે કાશ્મીર, ડોડા, ભદરવાહ અને કિશ્તવાડના હિંદુઓને મારીને તેમના વતનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. હું 1989માં શ્રીનગરમાં હતો. તે પછી મારા પરિવારને ક્યારેય ના ભરાય તેવી ખોટ પડી. સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા.
Advertisement
Tags :
Advertisement

.