Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુપ્રીમ કોર્ટમાં વકિલે કેસ લડવાની ના પાડી, કહ્યું- કંઈ અતોપત્તો નથી, કંઈ વાત થતી નથી, કેવી રીતે કેસ લડું

વિજય માલ્યાને (Vijay Malya) ભારતમાં લાવવાની વિધિ લંબાઈ રહી છે. બે વર્ષ પહેલા જ તેને પરત લાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. તે બાદથી આ મામલો કાયદાકિય આંટીઘુંટીમાં ફસાયેલો છે. આ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં પણ વિજય માલ્યાને લઈને એક કેસ ચાલી રહ્યો છે પણ હવે માલ્યાા વકિલે જ હાથ ઉંચા કરી દીધાં છે અને માલ્યા તરફથી કેસ લડવાની ના પાડી દીધી છે. તેના વકિલનું કહેવું છે કે, વિજય માલ્યા ક્યાં છે તે કોઈને ખબર
સુપ્રીમ કોર્ટમાં વકિલે કેસ લડવાની ના પાડી  કહ્યું  કંઈ અતોપત્તો નથી  કંઈ વાત થતી નથી  કેવી રીતે કેસ લડું
વિજય માલ્યાને (Vijay Malya) ભારતમાં લાવવાની વિધિ લંબાઈ રહી છે. બે વર્ષ પહેલા જ તેને પરત લાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. તે બાદથી આ મામલો કાયદાકિય આંટીઘુંટીમાં ફસાયેલો છે. આ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં પણ વિજય માલ્યાને લઈને એક કેસ ચાલી રહ્યો છે પણ હવે માલ્યાા વકિલે જ હાથ ઉંચા કરી દીધાં છે અને માલ્યા તરફથી કેસ લડવાની ના પાડી દીધી છે. તેના વકિલનું કહેવું છે કે, વિજય માલ્યા ક્યાં છે તે કોઈને ખબર નથી અને તેમની સાથે વાત થઈ શકતી નથી, એવામાં તેમનો કેસ લડી શકાય તેમ નથી.
શા માટે કેસ લડવાની ના પાડી
ભારતીય સ્ટેટ બેંક (SBI) સાથે વિજય માલ્યાના કેટલાક નાણાંકિય વિવાદ ચાલી રહ્યાં છે. તે મામલે એડવોકેટ ઈ.સી.અગ્રવાલ તેમના વકિલની ભૂમિકા નિભાવી રહ્યાં છે પરંતુ હાલમાં જ થયેલી સુનવણીમાં ઈ.સી.અગ્રવાલે માલ્યાનો કેસ લડવાની ના પાડી દીધી. તેમણે જસ્ટીસ ચંદ્રચુડ અને હીમા કોહલીની બેચને કહ્યું કે, જેટલી મને જાણકારી છે વિજય માલ્યા હાલ બ્રિટનમાં છે પણ મારી સાથે કોઈ વાત કરતું નથી. મારી પાસે માત્ર તેમનું ઈ-મેઈલ એડ્રેસ છે. હવે જ્યારે અમે તેમને ટ્રેસ કરી શકતા નથી. એવામાં તેમને રિપ્રેઝન્ટ કરવાથી મને મુક્તિ આપવી જોઈએ.
કોર્ટે અપીલ સ્વિકારી
હવે કોર્ટે ઈ.સી.અગ્રવાલની આ અપીલને સ્વિકારી લીધી છે. કહેવામાં આવ્યું છે કે, તેઓ કોર્ટ રેજિસ્ટ્રીમાં જઈ માલ્યાનું ઈ-મેઈલ આઈડી લખાવી દે, તેમનું એડ્રેસ પણ આપી દે. આ મામલે આગામી સુનવણી આગામી વર્ષે જાન્યુઆરીમાં થવાની છે. એમ તો આ વર્ષની શરૂઆતમાં પણ સુપ્રીમ કોર્ટ દ્વારા વિજય માલ્યાને ચાર મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી હતી. કોર્ટનો આદેશ નહી માનવા માટે તેમને તે સજા આપવામાં આવી હતી ત્યારે સરકારને પણ કહેવામાં આવ્યું હતું કે તેઓ સુનિશ્ચિત કરે કે વિજય માલ્યા ભારતમાં પોતાની ઉપસ્થિત કરે, પણ આ સમયે વિજય માલ્યા બ્રિટનમાં જ છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) માલ્યાને લઈને સુનવણી ચાલી રહી છે. તે વર્ષ 2017નું છે. સુપ્રીમ કોર્ટે 5 વર્ષ પહેલા 9 મે 2017ના રોજ માલ્યાને કોર્ટના આદેશની અવમાનના દોષિત માનતા તેની વિરૂદ્ધ અવમાનનાની કાર્યવાહી શરૂ કરી હતી.
Advertisement
Tags :
Advertisement

.