Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિજય માલ્યાને 4 મહિનાની સજા, સુપ્રીમ કોર્ટે આપ્યો ચૂકાદો

સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને અવમાનના કેસમાં 4 મહિનાની સજા સંભળાવી છે. કોર્ટે માલ્યા પર 2000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. દંડ ભરવામાં નિષ્ફળતા પર બે મહિનાની વધારાની સજા થશે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ યુ યુ લલિત, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બનેલી 3 જજોની બેન્ચે આ નિર્ણય આપ્યો હતો. હકીકતમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ વિજય માલ્યા સામે કોર્ટના આદેશ છતાં બાકી રકમ ન ચૂકàª
વિજય માલ્યાને 4 મહિનાની સજા  સુપ્રીમ કોર્ટે આપ્યો ચૂકાદો
સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને અવમાનના કેસમાં 4 મહિનાની સજા સંભળાવી છે. કોર્ટે માલ્યા પર 2000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. દંડ ભરવામાં નિષ્ફળતા પર બે મહિનાની વધારાની સજા થશે. 
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ યુ યુ લલિત, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બનેલી 3 જજોની બેન્ચે આ નિર્ણય આપ્યો હતો. હકીકતમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ વિજય માલ્યા સામે કોર્ટના આદેશ છતાં બાકી રકમ ન ચૂકવવા બદલ અરજી દાખલ કરી હતી.
10 માર્ચે કોર્ટે માલ્યાની સજા પર ચૂકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે પાંચ વર્ષ પહેલા 9 મે, 2017ના રોજ વિજય માલ્યા સામે કોર્ટના આદેશની અવમાનના માટે દોષિત ઠેરવતા અવમાનનાની કાર્યવાહી શરૂ કરી હતી. 
વિજય માલ્યાએ તેમની સંપત્તિની સંપૂર્ણ વિગતો બેંકો અને સંબંધિત અધિકારીઓને આપી ન હતી, જેમની પાસેથી તેણે કરોડો અબજોની લોન લીધી હતી.
આ મામલામાં બેંકો અને સત્તાવાળાઓનો પક્ષ સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે 10 જુલાઈ 2017ના રોજ આદેશ આપ્યો હતો કે વિજય માલ્યા પોતાનો કેસ રજૂ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં હાજર રહે. કોર્ટે કહ્યું હતું કે માલ્યા બ્રિટનમાં એક આઝાદ માણસની જેમ રહે છે, પરંતુ તે ત્યાં શું કરી રહ્યા છે તેની કોઈ માહિતી બહાર નથી આવી રહી.
 કોર્ટ દ્વારા નિયુક્ત વરિષ્ઠ વકીલ જયદીપ ગુપ્તાએ બેન્ચને જણાવ્યું કે માલ્યાને બે કેસમાં કોર્ટે દોષિત જાહેર કર્યા છે. પ્રથમ, સંપત્તિ જાહેર ન કરવી અને બીજું, કર્ણાટક હાઈકોર્ટના આદેશોનું ઉલ્લંઘન. સુપ્રીમ કોર્ટે માલ્યાને કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને અઘોષિત વ્યક્તિગત સંપત્તિમાંથી 40 મિલિયન ડોલરની રકમ ટ્રાન્સફર કરવા બદલ દોષી ઠેરવ્યા હતા. તે સમયે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સજાનો મુદ્દો માલ્યાની ગેરહાજરીમાં જ આગળ વધારવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.