Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિજય માલ્યાએ હોળીની પાઠવી શુભકામનાઓ, મળ્યો જવાબ- પૈસા પહેલા આપ

દેશનું કરોડો રૂપિયાનું દિવાળૂ ફૂંકી ભાંગી ગયેલા વિજય માલ્યાએ ગુરુવારે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી લોકોને હોળીની શુભકામનાઓ પાઠવી છે તેણે ટ્વિટર પર લખ્યું, Happy Holi to all.ભાગેડું ઉદ્યોગપતિ વિજય માલ્યાએ ટ્વીટ કરીને હોળીની શુભેચ્છા પાઠવી જે પછી યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. જ્યારે માલ્યાએ ટ્વિટર પર હેપ્પી હોલી લખ્યું ત્યારે યુઝર્સે બેંક ફ્રોડના પૈસા પરત કરવાનું કહેવા લા
02:28 AM Mar 18, 2022 IST | Vipul Pandya

દેશનું કરોડો રૂપિયાનું દિવાળૂ ફૂંકી ભાંગી ગયેલા વિજય માલ્યાએ ગુરુવારે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી લોકોને હોળીની શુભકામનાઓ પાઠવી છે તેણે ટ્વિટર પર લખ્યું, Happy Holi to all.
ભાગેડું ઉદ્યોગપતિ વિજય માલ્યાએ ટ્વીટ કરીને હોળીની શુભેચ્છા પાઠવી જે પછી યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. જ્યારે માલ્યાએ ટ્વિટર પર હેપ્પી હોલી લખ્યું ત્યારે યુઝર્સે બેંક ફ્રોડના પૈસા પરત કરવાનું કહેવા લાગ્યા. માલ્યા સામે 9000 કરોડ રૂપિયાની બેંક છેતરપિંડીનો કેસ ચાલી રહ્યો છે. કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ માલ્યા ભારત છોડીને લંડન શિફ્ટ થઈ ગયો હતો. વિજય માલ્યાએ ગુરુવારે રાત્રે એક ટ્વીટ કર્યું અને લખ્યું - "તમામને હોળીની શુભકામનાઓ". આ પછી તુરંત જ ટ્વિટર યુઝર્સે માલ્યાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. કોઈએ લખ્યું કે, પહેલા પૈસા પરત કર તો કોઈએ કહ્યું કે કલર લગાવ્યા પછી જ ભારત પાછા આવીજા. યુઝર્સે કોમેન્ટ બોક્સમાં માલ્યા પર ફની મીમ્સ પણ શેર કર્યા છે.

તાજેતરમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, બેંકોએ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસીની સંપત્તિમાંથી 18,000 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઇડીએ પીએમએલએ હેઠળ કોર્ટ દ્વારા જારી કરાયેલા આદેશો હેઠળ બેંક ડિફોલ્ટ કેસમાં આ રકમ જપ્ત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે, સરકાર આ ભાગેડું વેપારીઓ પાસેથી વહેલામાં વહેલી તકે કૌભાંડની સંપૂર્ણ રકમ વસૂલ કરવાનો પ્રયાસ કરી રહી છે.



ઉલ્લેખનીય છે કે, ગુરુવારે હોળીના પાવન તહેવાર પર દેશવાસીઓએ રાત્રિના સમયે હોલિકા દહન કરી, અસત્ય પર સત્યની જીતની ઉજવણી કરી. ખાસ કરીને આ દિવસે લોકોએ પોતાના સ્વજનોને બીમારીમાંથી દૂર રહે અને તમામ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે પ્રાર્થના કરી. છેલ્લા બે વર્ષથી દેશ અને દુનિયા કોરોનાકાળમાં જીવી રહી છે. જોકે, તાજેતરમાં સ્થિતિમાં ઘણો સુધાર જોવા મળી રહ્યો છે. પરંતુ ચીનમાં એકવાર ફરી કોરોનાના કેસમાં વધારો થતા ફરી તે પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેવી તમામ લોકો પ્રભુને પ્રાર્થના પણ કરતા જોવા મળ્યા હતા. 
Tags :
GujaratFirstHappyHoliTrollTweettwitterUsersVijayMallya
Next Article