વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી પાસેથી 18000 કરોડ રુપિયા બેંકોને અપાવ્યા
વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી એ ત્રણ લોકો જેઓ બેંકોનું હજારો કરોડ રુપિયાનું ફ્રોડ કરીને વિદેશ ભાગી ગયા છે. ત્યારે દરેક દેશવાસીના મનમાં એવો સવાલ થાય છે કે આ લોકો પાસેથી સરકાર પૈસાની વસુલાત કરશે કે કેમ? આ સવાલનો જવાબ મળી ગયો છે. કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં આ અંગે જવાબ આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે ભાગેડુ વિજય માાલ્યા, નીરવ મોદી અને
Advertisement
વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી એ ત્રણ લોકો જેઓ બેંકોનું હજારો કરોડ રુપિયાનું ફ્રોડ કરીને વિદેશ ભાગી ગયા છે. ત્યારે દરેક દેશવાસીના મનમાં એવો સવાલ થાય છે કે આ લોકો પાસેથી સરકાર પૈસાની વસુલાત કરશે કે કેમ? આ સવાલનો જવાબ મળી ગયો છે. કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં આ અંગે જવાબ આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે ભાગેડુ વિજય માાલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી પાસેથી અત્યાર સુધીમાં 18000 કરોડ રુપિયા બેંકોને પરત આપવામાં આવ્યા છે.
PMLAના દુરુપયોગ અંગેની સુનવણી
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ના દુરુપયોગના આરોપોને નકારી અને આ કાયદાની તરફેણ કરતા કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે PMLA કાયદામાં કડક કાયદાકીય જોગવાઈઓ છે. સરાકરે કહ્યું કે 2002ના વર્ષમાં આ કાયદો અમલમાં આવ્યો ત્યારથી અત્યાર સુધી EDએ 4700 કેસોની તપાસ કરી છે પરંતુ માત્ર 313 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેનું કારણ છે કે કાયદામાં સેફગાર્ડ પણ છે. કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી પાસેથી 18000 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી અને આ પૈસા બેંકોને પરત કરવામાં આવ્યા છે.
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટના કેસોમાં 67,000 કરોડ રૂપિયાના કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને સીટી રવિ કુમારની ખંડપીઠે આ મામલાની સુનાવણી કરી હતી. જે દરમિયાન કેન્દ્ર સરકાર દરમિયાન આ વાત કહેવામાં આવી છે.
અન્ય દેશોની તુલનામાં ભારતમાં ઓછા કેસ
તુષાર મહેતાએ કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 4,700 PMLA કેસની તપાસ કરવામાં આવી રહી છે. છેલ્લા પાંચ વર્ષથી દર વર્ષે તપાસ માટેના આવા કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 2015-16ના વર્ષની વાત કરીએ તો તેમાં 111 કેસ હતા, જે 2020-21માં વધીને 981 થયા. છેલ્લાં પાંચ વર્ષ (2016-17 થી 2020-21) દરમિયાન આવા ગુનાઓ માટે 33 લાખ FIR નોંધવામાં આવી હતી, પરંતુ PMLA હેઠળ માત્ર 2,086 કેસોની તપાસ કરવામાં આવી છે. કેન્દ્રએ ઉદાહરણ તરીકે બ્રિટનનો ઉલ્લેખ કર્યો જ્યાં એક વર્ષમાં મની લોન્ડરિંગ એક્ટ હેઠળ 7,900 કેસ નોંધાયા છે. તો અમેરિકામાં 1,532, ચીનમાં 4,691, ઓસ્ટ્રિયામાાં 1,036, હોંગકોંગમાં 1,823, બેલ્જિયમમાં 1,862 અને રશિયામાં 2,764 વાર્ષિક કેસ નોંધાયા છે. જેની તુલનામાં ભારતમાં PMLA હેઠળ ઘણા ઓછા કેસની તપાસ થઇ છે.
200 કરતા પણ વધારે અરજી પર સુનવણી
PMLA અંતર્ગત EDને મની લોન્ડ્રિંગ કેસની તપાસમાં તલાશી, તપાસ અને અટકાયત માટે જે વ્યાપક સત્તા આપવામાં આવી છે તેની સામે થયેલી અરજીઓ પર સુપ્રીમમાં અત્યારે સુનવણી ચાલી રહી છે. કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી અને મુકુલ રોહતગી સહિત કેટલાક વરિષ્ઠ વકીલો દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ તાજેતરમાં PMLAના સંશોધનોના સંભવિત દુરુપયોગ સામે અરજી કરાઇ છે. આ અંગેની 200 કરતા પણ વધાારે અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનવણી થઇ રહી છે.