વિજય માલ્યા ક્રિસ ગેલની મુલાકાત, લોકોએ કહ્યું- એસબીઆઈના ઓફિસર્સને મળવા પણ સમય કાઢો
હાલમાં જ વિજય માલ્યા લંડનમાં ક્રિકેટર ક્રિસ ગેલને મળ્યો હતો. જો કે વિજય માલ્યાએ ટ્વિટર પર આ મુલાકાતની તસવીર શેર કરી તો લોકોએ તેને ખૂબ ટ્રોલ કર્યો હતો. હાલમાં ભારત સરકાર તરફથી ભાગેડૂ જાહેર થયેલ વિજય માલ્યા હાલમાં લંડનમાં છે. ક્રિસ ગેલે વિજય માલ્યા સાથ મુલાકાત કરી ટી-20 ક્રિકેટમાંથી પોતાની તોફાની બેટિંગથી ધમાલ મચાવનાર ક્રિસ ગેલ હાલમાં ઇન્ટનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઇને ફ્રી છà
Advertisement
હાલમાં જ વિજય માલ્યા લંડનમાં ક્રિકેટર ક્રિસ ગેલને મળ્યો હતો. જો કે વિજય માલ્યાએ ટ્વિટર પર આ મુલાકાતની તસવીર શેર કરી તો લોકોએ તેને ખૂબ ટ્રોલ કર્યો હતો. હાલમાં ભારત સરકાર તરફથી ભાગેડૂ જાહેર થયેલ વિજય માલ્યા હાલમાં લંડનમાં છે.
ક્રિસ ગેલે વિજય માલ્યા સાથ મુલાકાત કરી
ટી-20 ક્રિકેટમાંથી પોતાની તોફાની બેટિંગથી ધમાલ મચાવનાર ક્રિસ ગેલ હાલમાં ઇન્ટનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઇને ફ્રી છે. જો કે ક્રિસ ગેલે વિજય માલ્યા સાથ મુલાકાત કરી હતી. બિઝનેસ મેન વિજય માલ્યાએ આ વિઝિટનો એક ફોટો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો હતો. ભારતમાંથી ભાગેડૂ જાહેર કરાયેલા વિજય માલ્યાનો આ ફોટો સોશિયલ મીડિયા પર આવતા જ લોકો તેને ટ્રોલ કરવાનું ચાલુ કરી દીધું હતું. માલ્યાએ લખ્યું કે, મારા મિત્ર યુનિવર્સ બોસ ક્રિસ્ટોફર હેનરી ગેલને મળીને આનંદ થયો. જ્યારથી હું તેને આરસીબીમાં લઈ ગયો ત્યારથી અમારી વચ્ચે ખૂબ જ સારી મિત્રતા છે. બધાં ખેલાડીમાં ગેલ અત્યાર સુધીનો સૌથી સફળ દમદાર ખેલાડી તરીકે ઉભરી આવ્યો છે.
Advertisement
Advertisement
વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ અને ક્રિસ ગેલની ત્રિપુટી RCB માટે તોફાની બેટીંગ માટે જાણીતી
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ગેલ અગાઉ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે જોડાયેલો હતો.વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ અને ક્રિસ ગેલની ત્રિપુટી RCB માટે તોફાની બેટીંગ કરતી હતી. જોક તે વખતે વિજય માલ્યા આ ટીમનો માલિક હતો. પરંતુ હવે જ્યારે વિજય માલ્યાએ ક્રિસ ગેલ સાથેની તસવીર પોસ્ટ કરી તો તેને નેટિજન્સ દ્વારા જોરદાર રીતે ટ્રોલ કરવામાં આવ્યો.
એક સમયે વિજય માલ્યા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના માલિક હતો
ચાહકોએ કોમેન્ટમાં લખ્યું કે ક્યારેક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના લોકોને મળવા માટે પણ સમય કાઢો. તો અન્ય એક ચાહકે ફોટો ઝૂમ કરીને લખ્યું કે સર, ટેબલ પર થોડું સલાડ પડ્યું છે. આ તસવીર પર આવી ઘણી ફની કોમેન્ટ જોવા મળી હતી. એક સમયે વિજય માલ્યા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના માલિક હતો. શરૂઆતમાં, જ્યારે IPL પાર્ટીઓ સમાચારમાં રહેતી, ત્યારે ક્રિકેટર સાથે પાર્ટીઓમાં વિજય ખૂબ જોવાં મળતો હતો. જો કે, જ્યારે વિજય માલ્યા સામે મની લોન્ડ્રીંગનો કેસ સામે આવ્યો અને તેણે ભારત છોડવું પડ્યું, ત્યારથી તે લંડનમાં છે અને ઇન્ડિયા પાછો ફર્યો નથી. હાલમાં ભારત સરકાર તેને પાછા લાવવના પ્રયત્નો કરી રહી છે.