Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દમદાર શૈલી અને ધારદાર છટા, દુશ્મનોને પ્રેમ કરાવા મજબૂર કરતાં વડાપ્રધાનશ્રીના જોરદાર ભાષણો

દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતી કાલે તેમનો 72મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે., ત્યારે  આજે તેમના સૌથી મહત્વની પર્સનાલિટીની જો વાત કરવામાં આવો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની વાક્ છટાથી ન માત્ર ભારત પરંતુ ભારત બહાર પણ એક વૈશ્વિક નેતા તરીકે જન હ્રદયના સમ્રાટ બન્યાં છે. આવો પ્રધાન મંત્રીના કેટલાક ધારદાર ભાષણોને યાદ કરીએ. વેક્સિનેશન મામલે વિશ્વના તમામ દેશોને આપી ટક્કર કà«
દમદાર શૈલી અને ધારદાર છટા  દુશ્મનોને પ્રેમ કરાવા મજબૂર કરતાં વડાપ્રધાનશ્રીના જોરદાર ભાષણો
દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતી કાલે તેમનો 72મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે., ત્યારે  આજે તેમના સૌથી મહત્વની પર્સનાલિટીની જો વાત કરવામાં આવો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની વાક્ છટાથી ન માત્ર ભારત પરંતુ ભારત બહાર પણ એક વૈશ્વિક નેતા તરીકે જન હ્રદયના સમ્રાટ બન્યાં છે. આવો પ્રધાન મંત્રીના કેટલાક ધારદાર ભાષણોને યાદ કરીએ. 


વેક્સિનેશન મામલે વિશ્વના તમામ દેશોને આપી ટક્કર 
કોરોનામાં દુનિયામાં સૌથી અસરકારક કામગીરી ભારતની રહી હતી. જ્યારે 100 કરોડ વેક્સિન ડોઝ અપાયા ત્યારે પીએમ મોદીએ કહ્યું હતું કે આ માત્ર એક આંકડો નથી,  પરંતુ દેશના સામર્થ્યનું પ્રતિબંબ છે. તેમણે કહ્યું હતું કે આ એ નવા ભારતની તસ્વીર છે, જે કઠીન લક્ષ્ય નક્કી કરીને તેને હાંસલ કરવાનું જાણે છે. સાથે જ તેમણે કહ્યું કે ભારત સામે ત્યારે અનેક સવાલો હતા. ભારતે દરેક  સવાલના સજ્જડ આપ્યાં.  


મિશન મંગળની ઐતિહાસિક સફળતાનો શ્રેય,  માત્ર 7 રૂ. પ્રતિ કિલોમીટર 
દુનિયામાં ભારત એવો પહેલો દેશ છે, જે તેના પહેલા જ પ્રયાસમાં મંગલ મિશનમાં સફળ થયો હતો,  આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું હતું કે એક કિલોમીટરના માત્ર 7 રૂપિયાની કોસ્ટ પર આપણે મિશન મંગળને સફળ બનાવ્યું છે. 


દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાની કરી સ્થાપના , ભવિષ્ય માટે પ્રેરણાનો ગગનચૂંબી આધાર તૈયાર કર્યો 
દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટી થકી ગુજરાત અને ભારતને ગૌરવ અપનાવાર જ આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી જ છે.  આ  ઉદઘાટન પ્રસંગે તેમણે કહ્યું હતું કે ભારતના સન્માન માટે સમર્પિત એક વિરાટ વ્યક્તિત્વને તેનું ઉચિત સ્થાન ન આપવાની અધુરપ લઇને આપણે જીવી રહ્યા હતા,  આજે ભારતના વર્તમાને પોતાના ઇતિહાસના એક સ્વર્ણિમ પૃષ્ઠને ઉજાગર કરવાનું કામ કર્યુ છે. ભારતે આ સ્ટેચ્યૂ સાથે ભવિષ્ય માટે પ્રેરણાનો ગગનચૂંબી આધાર તૈયાર કર્યો છે. 
 
ઓલિમ્પિક પહેલા ખેલાડીઓને પ્રોત્સાહન ઓલિમ્પિક બાદ ખેલાડીઓની રૂબરૂ મુલાકાત 
અત્યાર સુધી ખેલ અને ખેલાડીઓને કોઇ વડાપ્રધાને નહીં આપ્યું હોય તેવું પ્રોત્સાહન પીએમ મોદીએ પુરુ પાડ્યું છે. તેમણે ઓલિમ્પિકની શરૂઆત પહેલા ખેલાડીઓ સાથે વર્ચ્યુઅલ વાતચીત કરી હતી. અને ખેલાડીઓને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું,  તો ઓલિમ્પિક બાદ તેઓ ખેલાડીઓને રૂબરૂ મળ્યા હતા. 
 

આઝાદીના અમૃત મહોત્સવ, વિકસિત ભારત,  તેનાથી ઓછું કઇ નહીં ચાલે 
આ વર્ષે વડાપ્રધાનશ્રીએ લાલ કિલ્લા પરથી વડાપ્રધાનશ્રીનો સંકલ્પ કર્યો 15 ઓગસ્ટના સ્વાતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી આપેલી ધારદાર સ્પીચ આ સ્પીચ એટલા માટે મહત્વપૂર્ણ હતી કારણ કે આ આઝાદીના અમૃત મહોત્સવની સ્પીચ હતી, તેમણે કહ્યું હતું કે દેશ હવે મોટો સંકલ્પ લઇને ચાલશે, અને તે મોટો સંકલ્પ છે વિકસિત ભારત,  તેનાથી ઓછું કઇ નહીં ચાલે.
 
Advertisement
Tags :
Advertisement

.